<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd November 2025

પાકિસ્તાન પરમાણુ હથિયારોનું ટેસ્ટિંગ કરી રહ્યું હોવાનું ડોનાલ્ડ ટ્રમ્પનો ચોંકાવનારો દાવો

દુનિયામાં પરમાણુ હરીફાઈ ફરી તેજ થઇ રહી હોવાની માહિતી:ટ્ર્મપે એક ઇન્ટરવ્યૂમાં રશિયા-ચીનના ગુપ્ત પરીક્ષણની પણ કરી વાત

નવી દિલ્હી: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના દાવા મુજબ, દુનિયામાં પરમાણુ હરીફાઈ ફરી તેજ થઈ રહી છે, કારણ કે પાકિસ્તાન અને રશિયા સહિત ઘણા દેશો પરમાણુ પરીક્ષણો કરી રહ્યા છે, જેની તેઓ જાહેરાત કરતા નથી. આ ટિપ્પણી ટ્રમ્પે યુદ્ધ વિભાગને પરમાણુ હથિયારોના પરીક્ષણનો નિર્દેશ આપ્યાના એક અઠવાડિયા પછી આવી છે, જે ભારત માટે પણ ચિંતાજનક હોઈ શકે છે.
ટ્રમ્પે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે રશિયા અને ચીન ગુપ્ત રીતે પરીક્ષણ કરી રહ્યા છે અને મીડિયાને તેના વિશે લખવા દેતા નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે, પરમાણુ હથિયારો ધરાવતા દેશો 'અંડરગ્રાઉન્ડ ટેસ્ટ' કરે છે, જેના વિશે દુનિયાને માત્ર કંપન દ્વારા જાણ થાય છે.
ટ્રમ્પે અન્ય દેશોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ઉત્તર કોરિયા અને પાકિસ્તાન પણ પરમાણુ પરીક્ષણ કરી રહ્યા છે. તેમણે વધુમાં દાવો કર્યો કે તેમણે મે મહિનામાં ભારત અને પાકિસ્તાનને પરમાણુ યુદ્ધની અણી પરથી રોક્યા હતા, જેના માટે તેમણે ટેરિફ અને ટ્રેડનો ઉપયોગ કર્યો હતો અને જો તેઓએ હસ્તક્ષેપ ન કર્યો હોત તો લાખો લોકોના મોત થયા હોત.
ટ્રમ્પે સમજાવ્યું કે આ પરમાણુ શક્તિઓ તેમની પ્રવૃત્તિઓ ગુપ્ત રાખે છે, ભૂગર્ભમાં પરીક્ષણ કરે છે, જેની જાણ લોકોને માત્ર કંપન દ્વારા જ થાય છે. જોકે, તેમનો દાવો છે કે કેટલાક પરીક્ષણો એટલા ગુપ્ત હોય છે કે તેનો પત્તો પણ લાગતો નથી.

 

 

(6:23 PM IST)