<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd November 2025

ઇજિપ્તમાં દુનિયાનું સૌથી મોટું મ્યુઝિયમ ખુલ્યું

57હજાર કલાકૃતિઓ હોવાની માહિતી:આરબ દેશ મિસ્ત્રએ આ ગ્રાન્ડ મ્યુઝીયમ બનાવ્યું છે:પ્રાચીન વિશ્વની સાત અજાયબી પૈકી એક ગ્રેટ પિરામિડ નજીક આ બનાવવામાં આવ્યું છે

નવી દિલ્હી: સિંગલ સિવિલાઈઝેશન પર આધારિત વિશ્વનું ટોચનું મ્યુઝિયમ ગ્રાન્ડ ઈઝિપ્શિયન મ્યુઝિયમ (GEM) શરૂ થઈ ચૂક્યું છે. આરબ દેશ મિસ્રએ આ ગ્રાન્ડ મ્યુઝિયમ બનાવ્યું છે. જેને વિશ્વની અજાયબી કહી શકાય અને તે પ્રાચીન વિશ્વની સાત અજાયબી પૈકી એક ગ્રેટ પિરામિડ નજીક બનાવવામાં આવ્યું છે.
શનિવારે, 1 નવેમ્બરના રોજ મિસ્રની રાજધાની કાહિરા નજીક ગિઝા પઠારમાં તૈયાર આ ગ્રાન્ડ ઈઝિપ્શિયન મ્યુઝિયમનું ઉદ્ગાટન થયું હતું. જેમાં મિસ્રના પ્રમુખ અબ્દેલ ફતહ અલ-સીસી ઉપરાતં વિશ્વના 79 દેશોના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉદ્ઘાટન સમારોહ 39 દેશોના રાજા, મહારાજા અને પ્રમુખના મેળાવડા સાથે એક ઐતિહાસિક પળનો સાક્ષી બન્યો હતો.
ઇજિપ્ત ટુડે અનુસાર, એક જ સભ્યતા પર આધારિત ગ્રાન્ડ ઈજિપ્શિયન મ્યુઝિયમ વિશ્વનું સૌથી મોટું પુરાતત્વીય સંકુલ છે. તે સંપૂર્ણપણે એક જ સભ્યતા 'પ્રાચીન ઇજિપ્તીયન સંસ્કૃતિ'ને સમર્પિત છે. તે પ્રાચીન ઇજિપ્તના ઇતિહાસનું પ્રદર્શન કરે છે, જેમાં 700,000 બીસીથી 394 પૂર્વે સુધીનો સમયગાળો એક જ છત નીચે આવરી લેવામાં આવ્યો છે. સંગ્રહાલયમાં 57,000 થી વધુ કલાકૃતિઓ છે, જેમાંથી સૌથી પ્રમુખ છે, રાજા તુતનખામુનનો સંપૂર્ણ ખજાનો છે. 1922માં 'બોય કિંગ' તુતનખામુનની કબરની શોધ પછી આ પહેલી વાર બનશે કે તેમનો આખો ખજાનો એકસાથે જોવા મળશે.
મ્યુઝિયમથી ગીઝાના પિરામિડ સુધી 1.27 કિલોમીટર લાંબો પ્રવાસી માર્ગ બનાવવામાં આવ્યો છે, જે બંને સ્થળોને જોડે છે. આ જોડાણ પ્રવાસીઓને પ્રાચીન ઇજિપ્તીયન સંસ્કૃતિનો નજીકથી અનુભવ કરવાની મંજૂરી આપશે. નેશનલ જિયોગ્રાફિક અનુસાર, ગ્રેટ પિરામિડ પ્રાચીન વિશ્વના સાત અજાયબી પૈકી એક છે. આ મ્યુઝિયમ ગ્રેટ પિરામિડની નજીક બનાવવામાં આવ્યું હતું. આ મ્યુઝિયમ 490,000 ચોરસ મીટરમાં ફેલાયેલું છે. તેના મુખ્ય પ્રવેશદ્વાર, 7,000 ચોરસ મીટર, રામસેસ II ની વિશાળ પ્રતિમા ધરાવે છે.

 

 

(6:24 PM IST)