<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th November 2025

કપડાં વગર લોકોને યોગા શીખવતી મહિલાનો ભાંડો ફૂટ્‍યો

થાઈલેન્‍ડના હિપ્‍પી પેરાડાઈઝ કહેવાતા કોહ ફાંગન આઇલેન્‍ડ પર એક બ્રિટિશ મહિલાને કપડાં વગર લોકોને અશ્‍લીલ તાંત્રિક યોગા શીખવવાના આરોપમાં ધરપકડ : એક ક્‍લાસ માટે લગભગ ૧૦૦૦ રૂપિયા ચાર્જ કરતી હતીઃ મહિલાએ આ વિશે સોશિયલ મીડિયા પર પોસ્‍ટ કરી હતી, જેના કારણે પોલીસને જાણ થઈ

કોહ ફાંગન આઇલેન્‍ડ તા.૭:  વિશ્વભરમાંથી લોકો થાઈલેન્‍ડ ફરવા માટે આવે છે, જે ન માત્ર તેની નાઈટ લાઇફ અને વાઇલ્‍ડ પાર્ટી માટે પ્રખ્‍યાત છે, પરંતુ સમુદ્ર જીવન અને સુંદર બીચ માટે પણ જાણીતું છે. સાથે જ ઘણા લોકો સમુદ્ર કિનારે યોગા પણ શીખવે છે. પરંતુ આ યોગાની આડમાં એક મહિલા અશ્‍લીલ હરકતો કરતી પકડાઈ હતી. આ ચોંકાવનારો મામલો થાઈલેન્‍ડના પ્રખ્‍યાત ટુરિસ્‍ટ સ્‍પોટ કોહ ફાંગન આઇલેન્‍ડનો છે, જે ફુલ મૂન પાર્ટી માટે પણ જાણીતું છે. પોલીસને જાણ થઈ કે ત્‍યાં એક મહિલા લોકોને કપડાં વગર અશ્‍લીલ યોગા શીખવે છે. તાત્‍કાલિક પોલીસ ઘટના સ્‍થળે પહોંચી અને લ્લશ્‍ય જોઈને સૌના હોશ ઊડી ગયા હતા. પોલીસે વિલંબ કર્યા વિના ૪૦ વર્ષીય મારિયા શેટિનિના (Maria Shchetinina)ની ધરપકડ કરી હતી.

બ્રિટનની રહેવાસી આ મહિલાએ પોતાને મારિયા સ્‍લાઈ લવ નામથી પ્રમોટ કર્યું હતું, જે આ આઇલેન્‍ડ પર ટુરિસ્‍ટ્‍સને વિવાદિત યોગ શીખવતી હતી. મારિયા પર આરોપ છે કે તે તેના ગ્રાહકોને તાંત્રિક મસાજ અને પવિત્ર જાતીયતાના નામ પર અશ્‍લીલ યોગા ક્‍લાસ આપતી હતી. બદલામાં તે એક ક્‍લાસ માટે લગભગ ૧૦૦૦ રૂપિયા લેતી હતી. તેના ગ્રાહકોને આકર્ષિત કરવા માટે મારિયા સોશિયલ મીડિયા પર તેના અશ્‍લીલ શારીરિક સંબંધો સાથે જોડાયેલા યોગાનું પ્રમોશન કરતી હતી, જેમાં તેની તસવીરો અને પોસ્‍ટ્‍સ ખૂબ જ વાંધાજનક હતા. આ પોસ્‍ટ્‍સ જોઈને સ્‍થાનિક લોકોએ પોલીસને ફરિયાદ કરી હતી. પોલીસ લેફિટનન્‍ટ કર્નલ વિનીત બૂનચિટના નેતૃત્‍વમાં ૪ નવેમ્‍બરના રોજ તે સ્‍થાનિક રેસ્‍ટોરન્‍ટ પાછળ છાપો માર્યો, જ્‍યાં આ ક્‍લાસ ચાલી રહ્યા હતા.

આ ઘટના સ્‍થળે જ્‍યારે પોલીસ પહોંચી તો લ્લશ્‍ય જોઈને અધિકારીઓ ચોંકી ગયા હતા. મારિયા કેટલાક ગ્રાહકો સાથે મેટ પર બેઠી હતી અને તેમને કપડાં વગર યોગની મુદ્રાઓ શીખવી રહી હતી. પોલીસે તાત્‍કાલિક મહિલાને કસ્‍ટડીમાં લીધી હતી. તેણે પૂછપરછ દરમિયાન દાવો કર્યો કે તેના વકીલે કહ્યું હતું કે આ કામ કાયદેસર રીતે ઠીક છે. ત્‍યાર બાદ પોલીસ તપાસમાં જાણવા મળ્‍યું હતું કે, આ મહિલા ન માત્ર અશ્‍લીલ હરકતો કરી રહી હતી, પરંતુ આ કામ તે ગેરકાયદેસર રીતે કરી રહી હતી. તેના દસ્‍તાવેજોમાં લખ્‍યું હતું કે તે એક પ્રોપર્ટી મેનેજમેન્‍ટ કંપનીમાં કસ્‍ટમર રિલેશનશિપ મેનેજર તરીકે કામ કરે છે. જેમાં તાંત્રિક યોગ ટ્રેનર તરીકેનો સમાવેશ કરવામાં આવ્‍યો નહોતો. પોલીસે તેમના પર ફોરેન મેનેજમેન્‍ટ ઇમરજન્‍સી ડિક્રીનું ઉલ્‍લંઘન કરવાનો આરોપ મૂક્‍યો અને વધુ કાનૂની કાર્યવાહી માટે તેમને કોહ ફાંગન પોલીસ સ્‍ટેશનને સોંપી દીધું છે. પોલીસે મારિયા પાસેથી યોગા નોટ્‍સ, જાહેરાત ફલાયર્સ અને ક્‍લાસના ટિકિટ જેવા ઘણા પુરાવા જપ્ત કર્યા છે.

(10:01 AM IST)