<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th November 2025

સ્‍વિટ્‍ઝરલેન્‍ડના એક્‍ઝિબિશનમાં મુકાયું ક્રોસ પર લટકાવેલું ટ્રમ્‍પનું સ્‍ટેચ્‍યુ

સ્‍વિસ પ્રદર્શનમાં કેદીના જમ્‍પસૂટમાં ક્રોસ પર બેઠેલી ડોનાલ્‍ડ ટ્રમ્‍પની વિવાદાસ્‍પદ પ્રતિમા પ્રદર્શિત કરવામાં આવી છે, જેનાથી રાજકીય કલા અને પ્રતીકવાદ પર ચર્ચા શરૂ થઈ છે

બેસલ,તા.૦૭: જેને કોઈ ધિક્કારે અથવા તો કોઈ ખૂબ ચાહે પણ ઇગ્નોર તો ન જ કરી શકે એવી પર્સનાલિટી ધરાવતા અમેરિકાના પ્રેસિડન્‍ટ ડોનલ્‍ડ ટ્રમ્‍પની ફરતે અવનવાં મીમ્‍સ બનતાં રહે છે. જોકે સ્‍વિટ્‍ઝરલેન્‍ડના એક એક્‍ઝિબિશનમાં ઓરેન્‍જ રંગના કેદીઓના જમ્‍પ-સૂટના પરિવેશમાં ડોનલ્‍ડ ટ્રમ્‍પનું શિલ્‍પ પ્રદર્શિત કરવામાં આવ્‍યું છે. આ જ શિલ્‍પ થોડા સમય પહેલાં ઓસ્‍ટ્રિયાના વિયેના શહેરમાં પણ મૂકવામાં આવ્‍યું હતું અને હવે સ્‍વિટ્‍ઝરલેન્‍ડના બેસલ શહેરમાં મૂકવામાં આવ્‍યું છે. જીઝસની જેમ ટ્રમ્‍પને શૂળીએ ચડાવેલા હોય એવું દેખાડવામાં આવ્‍યું છે. બ્રિટનના કલાકાર મેસન સ્‍ટોર્મ દ્વારા આ આર્ટવર્ક બનાવવામાં આવ્‍યું છે. ગાદી જેવા સફેદ ક્રોસ પર બે હાથ પહોળા કરીને ટ્રમ્‍પ કેદીના સ્‍વરૂપમાં આંખ બંધ કરીને સૂતા હોય એવું દેખાડવામાં આવ્‍યું છે. આ શિલ્‍પનું શીર્ષક છે સંત કે પાપી? કલાકારે ટ્રમ્‍પનું શિલ્‍પ એટલું આબેહૂબ બનાવ્‍યું છે કે તેમના ચહેરાની દરેક કરચલી જાણે વાસ્‍તવિક હોય એવું લાગે છે.

(10:36 AM IST)