<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th November 2025

નબળા પાસવર્ડને કારણે ફ્રાન્‍સના મ્‍યુઝિયમાંથી સાત જ મિનિટમાં ૯૦૦ કરોડના આભૂષણોની ચોરી

પેરિસના મ્‍યુઝિયમને પાસવર્ડને મુદ્દે ચેતવણી અપાઇ હતી : નેશનલ એજન્‍સી ફોર સિક્‍યુરિટી ઓફ ઇન્‍ફર્મેશન સિસ્‍ટમે આપેલી ચેતવણીની અવગણના થઇ

પેરિસ,તા.૦૭: વિશ્વમાં જાણીતા રહેલા પેરિસ ખાતેના લૂવ મ્‍યુઝિયમ ખાતેથી તાજેતરમાં જ રૂપિયા ૯૦૦ કરોડના કિમતી આભૂષણોની ચોરી થઇ હતી. ધોળા દિવસે ચોરોએ માત્ર સાત જ મિનિટમાં આ ચોરીને અંજામ આપ્‍યો હતો. તે પછી લીવ મ્‍યુઝિયમ વર્ષોથી સુરક્ષાને મુદ્દે બેપરવા રહ્યું હોવાનો મુદ્દો ગરમાયો હતો. ફ્રાન્‍સના એક અખબાર લિબરેશને પોતાના અહેવાલમાં કહ્યું છે કે મ્‍યુઝિયમને અનેક વર્ષોથી તેની સુરક્ષા સિસ્‍ટમ બહેતર કરવા ચેતવણીઓ અપાઇ હતી. પરંતુ મ્‍યુઝિયમે ચેતવણીઓને નજર અંદાજ કરી હતી. અહેવાલમાં તે હકીકત પણ સામે આવી કે મ્‍યુઝિયમની કેમેરો સિક્‍યુરિટી સિસ્‍ટમનો પાસવર્ડ પણ લૂચ જ હતો. ફ્રાન્‍સની નેશનલ એજન્‍સી ફોર સિક્‍યુરિટી ઓફ ઈન્‍ફર્મેશન સિસ્‍ટમે વર્ષ ૨૦૧૪માં કરેલા ઓડિટના અહેવાલમાં કહ્યું હતું કે લૂવ મ્‍યુઝિયમના સર્વર સુધી કોઇ પણ સરળતાથી પહોંચી શકે તેની સ્‍થિતિ છે. સિસ્‍ટમનો પાસવર્ડ નબળો છે. લુવ્ર કે થેલ્‍સ જેવા પાસવર્ડનો ઉપયોગ થઈ રહ્યો છે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્‍યું હતું કે એલાર્મ, વીડિયો અને એક્‍સેસ કંટ્રોલ સિસ્‍ટમ પણ જૂની અને અસુરક્ષિત છે. એજન્‍સીને તે વાતે અનેકવાર ચેતવણી અપાઈ હતી. મ્‍યુઝિયમને તેની જૂની વિડો ૨૦૦૦ની સિસ્‍ટમને બદલવા પણ કહેવાયું હતું. મ્‍યુઝિયમે આ ચેતવણીઓને ગંભીરતાથી નહોતી લીધી. વર્ષ ૨૦૨૫માં પણ પેરિસ પોલીસે પોતાના અહેવાલમાં આ વાતનો ઉલ્‍લેખ કર્યો હતો. પોલીસે મ્‍યુઝિયમની આઇટી સિસ્‍ટમને આધુનિક કરવા ભારપૂર્વક જણાવ્‍યું હતું. વર્ષોથી તે સૂચનાઓની અવગણના થઇ રહી હતી.

 થેલ્‍સ નામની કંપનીએ વર્ષ ૨૦૦૩મં ‘સાથી' નામની સિસ્‍ટમ તૈયાર કરી હતી. તે સિસ્‍ટમ લૂવ્ર મ્‍યુઝિયમના વીડિયો સર્વેલન્‍સ અને એક્‍સેસ કંટ્રોલને સંભાળી રહી હતી. આ સિસ્‍ટમ હજી સુધી વિડો સિસ્‍ટમ ૨૦૦૩ પર જ કાર્યરત હતી. 

 

(10:43 AM IST)