તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th November 2025
ભારે કરી! આ ભાઈને છે ૬ પત્નીઓઃ તમામ એક સાથે પ્રેગ્નેન્ટ
કેન્યાના ફેમસ પોલિગેમી કિંગ અકુકુડેંઝરની માફક એક અન્ય શખ્સે પણ એક સાથે છ લગ્ન કર્યા છે. તેની બધી પત્નીઓ એક સાથે જ રહે છે

કેન્યા,તા.૧૨: તમે અત્યાર સુધીમાં દુનિયામાં એકથી વધારે પત્નીઓ રાખવાના કેટલાય કિસ્સા જોયા-સાંભળ્યા હશે. ભારતમાં અરમાન મલિકની ખૂબ ચર્ચા થાય છે. તેણે એક સાથે બે લગ્ન કર્યા અને બંને પત્નીઓ સાથે રહે છે. તેની પત્નીઓ પણ બહેનોની માફક રહે છે, પણ આજે અમે જે શખ્સની વાત કરવા જઈ રહ્યા છીએ, એ તો અરમાન મલિક કરતા પણ ક્યાંય આગળ નીકળી ગયો છે.
કેન્યાના ફેમસ પોલિગેમી કિંગ અકુકુડેંઝરની માફક એક અન્ય શખ્સે પણ એક સાથે છ લગ્ન કર્યા છે. તેની બધી પત્નીઓ એક સાથે જ રહે છે. આ શખ્સે પોતાની છ પત્નીઓ સાથે રહે છે. પણ હાલમાં તેની ચર્ચા એક ખાસ કારણથી થઈ રહી છે.
હકીકતમાં જોઈએ તો, તેની તમામ પત્નીઓ હાલમાં એક સાથે પ્રેગ્નેન્ટ થઈ છે. બધી પત્નીને ૫-૭ મહિના ચાલી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેના ઘરનો એક વીડિયો શેર કર્યો છે. તેમાં તમામના ફુલેલા પેટ જોઈ લોકો ચોંકી ગયા હતા. જાણવા મળ્યું છે કે આ શખ્સે બધાને પ્રેગ્નેન્ટ કરી દીધી છે. ત્યાર બાદ આ કિસ્સો વાયરલ થઈ ગયો.
જ્યારે ભારતમાં અરમાન મલિકની બંને પત્નીઓ એક સાથે પ્રેગ્નેન્ટ થઈ ત્યારે પણ ખૂબ જ ચર્ચા થવા લાગી હતી. જો કે ત્યાં આઈવીએફની મદદ લેવાઈ હતી. પણ આફ્રિકાના આ શખ્સે કોઈની પણ મદદ લીધા વિના પોતાની તમામ પત્નીઓ એક સાથે પ્રેગ્નેન્ટ કરી દીધી છે. ઘરમાં એવો માહોલ છે કે જાણો કોઈ પ્રાઈવેટ મેટર્નિટી હોમ ખુલી ગયું. તેને જોઈને લોકો પણ ચોંકી ગયા છે. જ્યાં આજના સમયમાં લોકો પ્રેગ્નેન્ટ થવા માટે કેટલાય પ્રકારની ટેકનિકની મદદ લઈ રહ્યા છે, ત્યાં જંગલમાં રહેતા એક ટ્રાઈબલ ફેમિલીમાં એક સાથે છ ખુશીઓ આવવાની છે.
આ શખ્સની તમામ પત્નીઓ પ્રેગ્નેન્ટ છે. બધાની પ્રેગ્નેન્સીમાં થોડા જ દિવસનું અંતર છે. પહેલી પત્ની- ૭ મહિના, બીજી- ૬.૫ મહિના, ત્રીજી- ૬ મહિના, ચોથી- ૫.૫ મહિના, પાંચમી- ૫ મહિના, છઠ્ઠી- ૫ મહિના એક સાથે છ પ્રેગ્નેન્ટ પત્નીઓને સંભાળવી સરળ નથી. ઘરમાં સવારે ૫ વાગ્યાથી ૬ પત્નીઓની ઉલટી શરુ થઈ જાય છે. દરેક પત્નીને અલગ અલગ પ્રકારની ક્રેવિગ્સ થાય છે.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
