તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th November 2025
લ્યો બોલો...એમ્બ્યુલન્સમાંથી પેશન્ટ બહાર પડી ગયો અને ડ્રાઇવરને ખબર જ ન પડી
હાઇવે પર એમ્બ્યુલન્સમાંથી દરદી સ્ટ્રેચર સાથે બહાર પડી ગયો અને ડ્રાઇવરને એની ખબર પણ ન પડી

પ્યુઅર્ટો રિકોના તોઆ,તા.૧૭: દર્દીને બને એટલી ઝડપથી હોસ્પિટલ પહોંચાડવા માટે એમ્બ્યુલન્સનો ડ્રાઇવર કુશળ અને ઝડપી હોય એ જરૂરી છે. જોકે ક્યારેક ઝડપની લાયમાં દરદીને નુકસાન ન થઈ જાય એ જોવાનું રહે. પ્યુઅર્ટો રિકોના તોઆ બાજા શહેરના એક હાઇવે પર એમ્બ્યુલન્સમાંથી દરદી સ્ટ્રેચર સાથે બહાર પડી ગયો અને ડ્રાઇવરને એની ખબર પણ ન પડી. આ ઘટના હાઇવે પર એમ્બ્યુલન્સની પાછળ ચાલી રહેલી કારના ડેશ બોર્ડના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પાછળનાં વાહનોએ તરત જ રોકાઈને સ્ટ્રેચર પર અત્યંત ક્રિટિકલ કન્ડિશનમાં ડચકાં ખાતા દરદીને બચાવી લીધો હતો. આપણે ત્યાં હંમેશાં એમ્બ્યુલન્સમાં દરદીની સાથે એક પરિવારજનને રાખવાની સલાહ આપવામાં આવે છે એ કેટલી મહત્ત્વની વાત છે એ આવા વિડિયો જોઈને સમજી શકાય.
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
