તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th November 2025
પાકિસ્તાનમાં ભરાઈ છે અનોખું દુલ્હન બજાર
ચીની પુરુષો 2થી 5લાખની લગાવે છે બોલી:કેટલાક લોકો તો દુલહન સાથે આખા પરિવારને ચીન લઇ જાય છે:મોટા ભાગની છોકરીઓની વય 12થી 18 વર્ષની છે

નવી દિલ્હી: પાકિસ્તાનનું અર્થતંત્ર ઘણા સમયથી નાજૂક તબક્કામાંથી પસાર થઇ રહયું છે. ચીનના દેવા તળે ડૂબેલું હોવાથી તેની રાજકીય, આર્થિક જ નહી સામાજીક અસરો પણ દેખાવા લાગી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સરહદી વિસ્તારોમાં નાની વયની પાકિસ્તાની યુવતીઓનું દુલ્હન બજાર ભરાય છે. આ દુલ્હનોને ૭૦૦ ડોલર જેટલી રકમમાં ચીની પુરુષોને વેચવામાં આવે છે. આ રકમ પાકિસ્તાની રુપિયામાં ૨ લાખ જેટલી થાય છે.
કયારેક દલાલ ૨૫૦૦૦ થી ૬૫૦૦૦ ડોલર સુધીના ભાવ વસૂલે છે, દુલ્હનના માતા પિતાને ભાગમાં નજીવી રકમ આપે છે. સોશિયલ મીડિયામાં દોઢ લાખમાં પત્ની અને મફતમાં સાસરું જેવા કોમેડી મીમ્સ અને જોકસ વાયરલ થતા હોય છે પરંતુ વાસ્તવિકતા આના કરતા પણ કડવી છે. ખાસ કરીને પાકિસ્તાનમાં ખ્રિસ્તીઓની વધુ વસ્તી ધરાવતા વિસ્તારોમાં દારુણ ગરીબીના કારણે પરિવાર પોતાની નાબાલિગ દિકરીઓને લગ્નના નામે ચીની ખરીદારોના હવાલે કરી રહયા છે.
કેટલાક ખરીદારો તો બીમાર અશક્ત, લાચાર માતા પિતા કે ભાઇ બહેન સહિતના આખા પરિવારને દુલ્હનની સાથે ચીન લઇ જાય છે. માનવાધિકાર સંગઠનોનું માનવું છે કે આ અમાનવીય પ્રથા પાકિસ્તાનની ખરાબ આર્થિક સ્થિતિમાંથી થઇ છે. તપાસ એજન્સીઓને ભોગ બનનારી મોટા ભાગની છોકરીઓની ઉંમર ૧૨ થી ૧૮ વર્ષની હોવાનું ધ્યાનમાં આવ્યું છે જે મુખ્યત્વે ઇસાઇ સમુદાય સાથે સંકળાયેલી છે. તપાસકર્તાઓએ આ પ્રકારની ૬૨૯ ઘટનાઓ બની હોવાનું નોંધ્યું છે. યુવતીઓને બંધવા મજૂરોની જેમ મજુરી કરાવવામાં આવે છે અને જાતિય શોષણ થતું રહે છે.
(6:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
