<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th November 2025

દુનિયાનું એવું શહેર જ્‍યાં હવે ૬૫ દિવસ સુધી સૂર્ય નહીં દેખાયઃ ૨૨ જાન્‍યુઆરી સુધી રાત જ રાત

અલાસ્‍કાના ઉટકિયાગવિક શહેરમાં ૨૦૨૫નો છેલ્‍લો સૂર્યપ્રકાશની રોશની પુરી થઈઃ આ શહેર હવે ધ્રુવીય રાત્રિમાં પ્રવેશી ગયું

ન્‍યુયોર્ક,તા.૨૦: ૧૮ નવેમ્‍બર, ૨૦૨૫ મંગળવારે અલાસ્‍કાના ઉટકિયાગવિક શહેરમાં ૨૦૨૫નો છેલ્‍લો સૂર્યપ્રકાશની રોશની પુરી થઈ. આ શહેર હવે ધ્રુવીય રાત્રિમાં પ્રવેશી ગયું છે, એટલે કે સૂર્ય ૬૫ દિવસ સુધી ઉગશે જ નહીં. યુનાઇટેડ સ્‍ટેટ્‍સમાં સૌથી ઉત્તરીય શહેર હોવાથી, આ દર વર્ષે થાય છે. લોકો હવે જાન્‍યુઆરી ૨૦૨૬ સુધી સૂર્ય ઉગવાની રાહ જોશે.

પોલર નાઈટનો મતલબ થાય છે ધ્રુવીય રાત્રિ. જ્‍યારે સૂર્ય ક્ષિતિજ ઉપર ઉગતો નથી અને આખો દિવસ અંધારું રહે છે. ઉટકિયાગવિક (અગાઉ બારો તરીકે ઓળખાતું) આર્કટિક વર્તુળમાં સ્‍થિત છે, જ્‍યાં પૃથ્‍વીના ઝુકાવને કારણે ઘણા દિવસો સુધી સૂર્ય દેખાતો નથી. આ વર્ષે ૧૮  નવેમ્‍બરના રોજ બપોરે ૧.૩૬ વાગ્‍યે સૂર્યાસ્‍ત થયો હતો અને હવે ૨૨ જાન્‍યુઆરી, ૨૦૨૬ ના રોજ જ ઉગશે. આ સમયગાળો બરાબર ૬૪-૬૫ દિવસનો છે.

પૃથ્‍વી પોતાની ધરી પર ૨૩.૫ ડિગ્રી ઝુકેલી છે. શિયાળામાં, ઉત્તર ધ્રુવ સૂર્યથી દૂર હોય છે, તેથી સૂર્ય આર્કટિક પ્રદેશો સુધી પહોંચતો નથી. ઉનાળામાં બરાબર વિરુદ્ધ થાય છે - ધ્રુવીય દિવસ થાય છે, જ્‍યારે સૂર્ય ક્‍યારેય આથમતો નથી. ઉટકિયાગવિકમાં મે થી ઓગસ્‍ટ સુધી ૮૦-૮૫ દિવસ સતત સૂર્યપ્રકાશ રહે છે. હવામાન વિભાગના જણાવ્‍યા પ્રમાણે વર્ષના ડેલાઇટ સેવિગ ટાઇમના આ સમયને કારણે ડેલાઇટ સેવિગ ટાઇમ વધુ સ્‍પષ્ટ થયો છે.

(9:59 AM IST)