તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st November 2025
અમેરિકા નામનું સોનાનું ટોઇલેટ વેચાયું ૧૦૭ કરોડ રૂપિયામાં
અમીર લોકોની મજાક ઉડાડવા માટે બનેલું આ નક્કર સોનાનું ટોઇલેટ પૂરી રીતે ફંક્શનલ છે

ન્યુયોર્ક તા.૨૧: મંગળવારે અમેરિકાના ન્યુ યોર્ક શહેરમાં યોજાયેલા સોધબીઝ ઑક્શન હાઉસની હરાજીમાં ઘણી ચીજો કરોડોના ભાવમાં વેચાઈ. એમાં સૌનું ધ્યાન ખેંચે એવી એક ચીજ હતી અમેરિકા નામનું ૧૦૧ કિલો સોનાનું ટોઇલેટ. અમીર લોકોની મજાક ઉડાડવા માટે બનેલું આ નક્કર સોનાનું ટોઇલેટ પૂરી રીતે ફંક્શનલ છે. જ્યારે એ વેચાવા નીકળ્યું હતું ત્યારે સોનાના ભાવ મુજબ એની કિંમત ૮૮ કરોડ રૂપિયા જેટલી અંકાઈ રહી હતી, પરંતુ ઓક્શન દરમ્યાન એ ૧૨.૧ મિલ્યન ડોલર એટલે કે લગભગ ૧૦૭ કરોડ રૂપિયામાં વેચાયું હતું. (૩૮.૫)
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
