<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st November 2025

કેનેડામાં માત્ર 2.5કિ.મી.માં ફેલાયેલ છે સૌથી નાનું એવું રણ

ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં આવેલ છે દુનિયાનું સૌથી નાનું રણ:ઘણી બધી રીતે અલગ છે આ રણ:તેની આસપાસ નયનરમ્ય પર્વતો સહીત લીલીછમ હરિયાળી લોકોને ખુબજ આકર્ષે છે

નવી દિલ્હી: કેનેડાના ઉત્તર-પશ્વિમ વિસ્તારમાં એક એવું રણ આવેલું છે, જે દુનિયાનું સૌથી નાનું રણ ગણાય છે. બીજા બધા રણ કરતાં આ રણ ઘણી બધી રીતે અલગ છે. એની હવા અન્ય રણ જેવી સૂકી નથી. એમાં ઘણી ભેજ અનુભવાય છે. પ્રવાસીઓનું આ ફેવરિટ રણ છે.
દુનિયાના આ સૌથી નાના રણનો વિસ્તાર માત્ર 2.6 કિલોમીટરમાં ફેલાયેલો છે. રણની આસપાસ નયનરમ્ય પર્વતો છે. લીલીછમ હરિયાળી છે. પહાડ, રણ અને હરિયાળીનો આ ત્રિવેણી સંગમ દુનિયાભરના પ્રવાસીઓને આકર્ષે છે. કારક્રોસ નામનું આ રણ કેવી બન્યું તે પણ વૈજ્ઞાાનિકો માટે સંશોધનનો વિષય રહ્યો છે.
સૌથી પ્રચલિત થિયરી એવી રજૂ થઈ છે કે આ રણના સ્થળે પહેલાં હિમ તળાવ હશે. હજારો વર્ષ પહેલાં હિમનદીમાંથી તળાવો સર્જાયા હશે. સમયાંતરે હવામાન બદલાયું હશે એટલે તળાવો સૂકાઈ ગયા હશે. એની રેતી જેમની તેમ રહી ગઈ હોવાથી રણ બની ગયું હશે. આપણે જેમને રણ કહીએ છીએ એ પ્રચલિત રણો કરતાં આ રણની રેતી પણ થોડી જુદી છે. એ ખૂબ બારીક છે. આસપાસમાં પહાડી અને હરિયાળી હોવાથી રણનું વાતાવરણ ગરમ નથી. ઠંડો પવન ફૂંકાય છે અને રેતી પણ ગરમાવાને બદલે ઠંડકનો અનુભવ કરાવે છે. કેનેડાનું આ રણ પ્રકૃતિનો કમાલ ગણાય છે.

 

(5:56 PM IST)