તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th November 2025
જાણો મસ્કે એવી તે શું આગાહી કરી કે ખળભળાટ મચી ગયો
2035સુધીમાં નોકરીઓ થઇ જશે ઓપ્શનલ:જેમને આત્મસંતોષ જોઈતો હશે તેજ કરશે નોકરી:ખુબજ ઝડપી ગતિએ એઆઈ આગળ વધી રહ્યુ છે

નવી દિલ્હી: ઈલેક્ટ્રિક વ્હીકલ્સમાં ક્રાંતિ લાવનારી ટેસ્લા હોય કે પછી રિયુઝેબલ રોકેટ સાથે સ્પેસ ઈન્ડસ્ટ્રીમાં ક્રાંતિ લાવનારી સ્પેસએક્સ ઈલોન મસ્ક એવી કંપનીઓ બનાવવા જાણીતા છે, જે રેવોલ્યુશન લાવે છે. યુકેના પૂર્વ પીએમ રિશિ સુનક સાથે હાઈ-પ્રોફાઈલ વાતચીતમાં મસ્કે આગાહી કરીને ખળભળાટ મચાવ્યો છે. મસ્કે કહ્યું કે, આટફિશિયલ ઈન્ટેલિજન્સ જે સ્પીડે આગળ વધી રહ્યું છે તેને જોતા લાગી રહ્યું છે કે, થોડા સમયમાં કોડિંગ જેવી ટ્રેડિશનલ જોબ્સ અસ્તિત્વમાં જ નહીં હોય. એક એવો સમય આવશે જ્યારે કોઈ એઆઈ બધું કરી શકશે. કોઈ નોકરીની જરૂર નહીં રહે. જેને આત્મસંતોષ જોઈતો હશે તે જ નોકરી કરશે.
આજથી ૧૦-૨૦ વર્ષ બાદ કામ કેવું રહેશે તે મામલે મસ્કનું આ નિવેદન બોલ્ડ છે. પરંતુ, તેમને જ્યારે આ વિષય પર વધુ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, આવનારા વર્ષોમાં કામ 'ટેલિઓપરેટેડ' હશે એટલે કામ વિડીયો ગેમ રમવા જેવું સરળ હશે. તમે ૨૦૩૫માં તમારા સોફા પરથી જોયસ્ટિક દ્વારા કામ કરી શકશો. મસ્કે તેમના નિવેદનને સમજાવતા કહ્યું કે, શાકભાજી મામલે તમારી પાસે બે વિકલ્પ હોય છે. વિકલ્પ નં-૧ ઃ ઘરે શાકભાજી ઉગાડો અને વિકલ્પ નં ૨ ઃ બજારમાંથી શાકભાજી ખરીદો. શાકભાજી ઘરે ઉગાડવા સરળ હોવા છતાં આપણે બહારથી ખરીદીએ છીએ એવું જ એઆઈનું હશે.
વિશ્વની ત્રણ અગ્રણી સંસ્થાઓએ એઆઈ મામલે આગાહી કરી છે. જેમાં, વિશ્વભરમાં ૯.૨ કરોડથી લઈને ૮૦ કરોડ નોકરીઓને સીધી અસર થશે. કેટલાકના રોલ બદલાશે તો કેટલીક ધડમૂળથી સમાપ્ત થઈ જશે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમે ફ્યુચર ઓફ જોબ્સ રિપોર્ટ ૨૦૨૫માં આગાહી કરી હતી કે, એઆઈને કારણે ૨૦૩૦ સુધીમાં વિશ્વભરમાંથી ૯.૨ કરોડ જોબ રોલ્સ સમાપ્ત થઈ જશે. પરંતુ, તેની સામે એઆઈ ૧૭ કરોડ નવી નોકરીઓ બનાવશે. બીજી તરફ,મેકકિન્સે એન્ડ કંપનીએ અંદાજ લગાવ્યો છે કે, ૨૦૩૦ સુધીમાં ૮૦ કરોડ કામદારો ઓટોમેશનને કારણે વિસ્થાપિત થઈ જશે.
(5:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
