તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th November 2025
ચિલીમાં છેલ્લા 15 વર્ષનો સૌથી ભયાનક દુકાળ પડ્યો છે
આ દુકાળ છે ગ્લોબલ વોર્મિંગનું જ પરિણામ:ઝડપથી પીગળી રહેલ ગ્લેશિયર્સથી આગામી વર્ષોમાં પાણીની મોટી તંગી ઉભી થઇ શકે છે:સંશોધકોના મતે આ વર્ષના અંત સુધીમાં દુનિયાના ઘણા દેશોમાં પાણીની ભયાનક તંગી ઉભી થઇ શકે છે

નવી દિલ્હી: ચિલીમાં છેલ્લાં 15 વર્ષનો સૌથી ભયાનક દુકાળ પડેલો છે. આ દુકાળ બીજું કશું જ નહીં પણ ગ્લોબલ વોર્મિંગનું જ પરિણામ છે. ગ્લેશિયર્સ જે ઝડપથી ઓગળી રહ્યા છે તે આગામી વર્ષોમાં પાણીની મોટી તંગી ઊભી કરે તેમ લાગી રહ્યું છે. સંશોધકોના મતે આ સદીના અંત સુધીમાં દુનિયાના ઘણા દેશોમાં પાણીની ભયાનક તંગી ઉભી થશે : ચિલીના લોકો દર પાંચ કે છ વર્ષે આવતા દુકાળથી ટેવાયેલા હતા અને આ દુકાળ સામાન્ય રીતે એક કે બે વર્ષ ચાલતો જ હતો. આ વખતે શરૃ થયેલા ભીષણ દુકાળે લોકોની હિંમત અને આશા બંને ઉપર પાણી ફેરવી દીધું : એન્ટાર્કટિકાના હેક્ટોરિયા ગ્લેશિયરની જેમ અન્ય ગ્લેશિયર પણ પીગળીને તુટવા લાગશે અને દરિયામાં ટકારઈને ઓગળવા લાગશે તો તેમાંથી નીકળતું પાણી સમુદ્રનું જળસ્તર વધારી દેશે. તેના કારણે સમુદ્રના કિનારે આવેલા શહેરો ડુબી જવાની શક્યતાઓ વધી જશે
ગ્લેશિયરોનું વોટર બફર નિષ્ફળ જઈ રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગના કારણે સ્થિતિ એટલી વિકટ થઈ રહી છે કે, હિમાલય, આલ્પ્સ અને દુનિયાના અન્ય હિમાચ્છાદિત પર્વતોનો બરફ ઓગળી રહ્યો છે. તે ઉપરાંત જે વિશાળ ગ્લેશિયર્સ છે તેમાનો બરફ પણ ઝડપથી ઓગળી રહ્યો છે અને તેના કારણે ભયાનક સ્થિતિ સર્જાવાની શક્યતાઓ છે. જાણકારોના મતે ગ્લેશિયર્સનો બરફ જે ઝડપી પીગળી રહ્યો છે તે જોતાં લાગે છે કે, ૨૧૦૦ની સાલ આવતા સુધીમાં દુનિયામાં મોટો જળ પ્રલય આવશે. આ જળ પ્રલય પાણીના કારણે નહીં પણ પાણી વગર આવશે. પાણી સુકાઈ જશે અને ભયાનક દુષ્કાળ પડશે.
જાણકારો કહે છે કે દુનિયા એક એવી સમસ્યા તરફ આગળ વધી રહી છે જેની કલ્પના કરવી પણ ધુ્રજાવી દેનારી છે. ચિલીમાં છેલ્લાં ૧૫ વર્ષનો સૌથી ભયાનક દુકાળ પડેલો છે. આ દુકાળ બીજું કશું જ નહીં પણ ગ્લોબલ વોર્મિંગનું જ પરિણામ છે. ઓસ્ટ્રિયાની ઈન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીએ પોતાના અહેવાલમાં જણાવ્યું કે, હાલમાં ગ્લેશિયર્સ જે ઝડપથી ઓગળી રહ્યા છે તે આગામી વર્ષોમાં પાણીની મોટી તંગી ઊભી કરે તેમ લાગી રહ્યું છે. સંશોધકોના મતે આ સદીના અંત સુધીમાં પાણીનો બફર સ્ટોક ગણાતા ગ્લેશિયર્સ પીગળી જશે અને દુનિયાના ઘણા દેશોમાં પાણીની ભયાનક તંગી ઉભી થશે. તે ઉપરાંત દુષ્કાળ પડશે. જાણકારોનું કહેવું હતું કે, આ વાત માત્ર ચિલી કે અન્ય ધુ્રવિય પ્રદેશોના ગ્લેશિયર ઉપર આધાર રાખતા દેશો માટે નથી, ભારતને પણ આ બાબત લાગુ પડે છે. ભારત સહિતના તમામ દેશો જે પાણી માટે ગ્લેશિયર્સ ઉપર આધાર રાખે છે તેમના માટે આ સંશોધન રેડ એલર્ટ સમાન છે.
ઉલ્લેખનીય છે કે, ચિલીમાં ભીષણ અને સતત ૧૫ વર્ષનો સૌથી મોટો દુકાળ જોવા મળી રહ્યો છે. ચિલીના પાણીના સંસાધનો ઝડપથી સુકાઈ રહ્યા છે અને ખાલી પણ થઈ રહ્યા છે. ચિંતાજનક વાત એ છે કે, આજથી માત્ર થોડા વર્ષ પહેલાની જ સ્થિતિ વિચારીએ તો આવો વિચાર કોઈને આવ્યો જ નહીં હોય કે, ચિલીમાં દુકાળ પડશે અને પાણીના સ્ત્રોત સુકાવા લાગશે કે ઘટી જશે. આઈએસટીએના સંશોધકે જણાવ્યું કે, આજથી એક દાયકા પહેલા જ ૨૦૧૫માં વૈજ્ઞાાનિકોને અંદાજ આવ્યો હતો કે, ચિલીમાં ક્યારેય અટકે નહીં તેવો દુકાળ પડવા જઈ રહ્યો છે.
(5:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
