તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th November 2025
માઈક્રોસોફટે નવું AIકર્યું લોન્ચ
આ નવું એઆઈ ઓફલાઈન કામ કરવાની સાથે કોમ્પ્યુટરને પણ કંટ્રોલ કરશે:આ મોડલ ખાસ કરીને યુઝરની ડિવાઇસમાં સીધું કામ કરે તે રેતી બનાવવામાં આવ્યું:આ માટે ઇન્ટરનેટની જરૂર નહીં પડે:આ કોમ્પ્યુટર યુઝર એજન્ટ મોડલ તરીકે જાણીતું છે

નવી દિલ્હી: માઇક્રોસોફ્ટ દ્વારા નવું સ્મોલ લેંગ્વેજ મોડલ Fara-7B લોન્ચ કરવામાં આવ્યું છે. આ મોડલને ખાસ કરીને યુઝરની ડિવાઇસમાં સીધું કામ કરે એ રીતનું બનાવવામાં આવ્યું છે. એટલે કે એ માટે ઇન્ટરનેટની જરૂર નહીં પડે. આ કોમ્પ્યુટર યુઝર એજન્ટ મોડલ તરીકે જાણીતું છે. Fara-7B હવે કોમ્પ્યુટરના ઇન્ટરફેસ એટલે કે કીબોર્ડ અને માઉસને પણ કન્ટ્રોલ કરશે અને એનાથી યુઝર્સને વધુ સારું પરફોર્મન્સ આપી શકશે. માઇક્રોસોફ્ટનું કહેવું છે કે ઘણી કંપનીઓના લાર્જ લેંગ્વેજ મોડલ કરતાં આ મોડલ ખૂબ જ સારી રીતે કામ કરશે. Fara-7B હવે યુઝર્સના તમામ ડેટા ડિવાઇસમાં સ્ટોર કરશે આથી હવે પ્રાઇવસીને લઈને કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં રહે. આ મોડલ દ્વારા હવે યુઝર્સને રાહ ઓછી જોવી પડશે અને પ્રાઇવસીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ઓનલાઇન મોડલનો ઉપયોગ થતો હોય ત્યારે યુઝરે કામ માટે રાહ જોવી પડે છે. માઇક્રોસોફ્ટ દ્વારા તેમના બ્લોગ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે યુઝર્સ હવે તેમના રોજિંદા કામ જેવા કે ફોર્મ ભરવું, માહિતી સર્ચ કરવી, ટ્રાવેલ બુકિંગ અને એકાઉન્ટને મેનેજ કરવું વગેરે આ મોડલ દ્વારા ખૂબ જ સરળતાથી કરી શકશે.
Fara-7B વેબપેજને ઓબ્ઝર્વ કરશે અને ત્યાર બાદ એને સ્ક્રોલ પણ કરશે. ટાઇપિંગ પણ કરી શકશે અને ક્લિક પણ કરી શકશે. યુઝર્સની ઇચ્છા અનુસાર એ કામ કરશે. માઇક્રોસોફ્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ મોડલને ખૂબ જ કાળજીપૂર્વક બનાવવામાં આવ્યું છે અને એના પર ખૂબ જ નિકટતાથી મોનિટર કરવામાં આવી રહ્યું છે. જોકે કંપની દ્વારા યુઝર્સને સેન્સિટિવ ડેટા શેર કરવાથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું છે. આ એક નવી AI સિસ્ટમ છે અને એથી જ ચેતીને રહેવું જરૂરી છે.
(6:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
