News of Thursday, 27th November 2025
વિશ્વની માનવ વસ્તીના વિતરણમાં આવ્યું છે એક ઐતિહાસિક પરિવર્તન
સંયુકત રાષ્ટ્રએ તાજેતરમાં જાહેર કરેલ એક રિપોર્ટ મુજબ વિશ્વની 80ટકાથી વધુ વસ્તી હવે શહેરોમાં છે:ગ્રામીણ વિસ્તારો ધીરે ધીરે ખાલી થઇ રહ્યા છે

નવી દિલ્હી: વિશ્વની માનવ વસ્તીના વિતરણમાં ઐતિહાસિક પરિવર્તન આવ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર (UN)ના તાજેતરના રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે કે વિશ્વની 80 ટકાથી વધુ વસ્તી હવે શહેરોમાં રહે છે, જ્યારે ગ્રામીણ વિસ્તારો ખાલી થઈ રહ્યા છે. આ આંકડો વૈશ્વિક વસ્તીના વિતરણને ફરીથી વ્યાખ્યાયિત કરી રહ્યો છે અને માનવ સંસ્કૃતિના કેન્દ્રો હવે સંપૂર્ણપણે શહેરી વિસ્તારો બની ગયા છે. અમેરિકાના "વર્લ્ડ અર્બનાઇઝેશન પ્રોસ્પેક્ટ્સ 2025" રિપોર્ટ અનુસાર, આજે વિશ્વની લગભગ મોટા ભાગની વસ્તી શહેરો અને નગરોમાં રહે છે. 2018માં આ આંકડો ફક્ત 55 ટકા હતો, એટલે કે સાત વર્ષમાં શહેરી વસ્તીમાં ભારે વધારો થયો છે. 45% લોકો શહેરોમાં અને 36% ગામડાઓમાં રહે છે. આ રિપોર્ટ પેટ્રિક ગેરલેન્ડના નેતૃત્વ હેઠળ તૈયાર કરવામાં આવ્યો હતો, જેમણે ઘણાં સંશોધકોએ સાથે સહયોગ કર્યો હતો.
અમેરિકાના "વર્લ્ડ અર્બનાઇઝેશન પ્રોસ્પેક્ટ્સ 2025" રિપોર્ટ અનુસાર, વિશ્વની વસ્તી શહેરો અને નગરોમાં રહેવા માટે આક્રમક રીતે સ્થળાંતર કરી રહી છે. વર્ષ 2018માં આ આંકડો ફક્ત 55 ટકા હતો, એટલે કે સાત વર્ષમાં શહેરી વસ્તીમાં ભારે વધારો થયો છે. 45 ટકા લોકો શહેરોમાં અને 36 ટકા ગામડાઓમાં રહે છે. આ રિપોર્ટ પેટ્રિક ગેરલેન્ડના નેતૃત્વ હેઠળ તૈયાર કરવામાં આવ્યો હતો, જેમણે ઘણાં સંશોધકોએ સાથે સહયોગ કર્યો હતો.
રિપોર્ટ અનુસાર, 2050 સુધીમાં વિશ્વની 83 ટકા વસ્તી શહેરોમાં રહેશે. આનો અર્થ એ છે કે આગામી વર્ષોમાં, શહેરો વિસ્તરશે અને ગામડાઓ વધુ ઉજ્જડ બનશે. પૂર્વી અને દક્ષિણ એશિયામાં, ખાસ કરીને ભારત જેવા દેશોમાં, લોકો ગામડા છોડીને મુખ્યત્વે સારું શિક્ષણ, નોકરી અથવા સારું સામાજિક જીવન મેળવવા માટે શહેરોમાં સ્થળાંતર કરી રહ્યા છે.
(5:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
