હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બહેનના પ્રેમમાં પાગલ બન્યો ભાઈ, દરિયાની વચ્ચે ક્રૂઝમાં એકલી જોઈ દાનત બગાડી બાદમાં હત્યા કરી નાખી
પિતા અને બે સાવકા ભાઈ સાથે ૬ દિવસની રજા માણવા માટે ક્રૂઝમાં ગઈ હતી

ફલોરિડા,તા.૨૮: એક ૧૬ વર્ષનો ભાઈ પોતાની બહેનના પ્રેમમાં એવો પાગલ થયો કે તે પોતાની બહેનને પણ ગંદી નજરથી જોવા લાગ્યો. વાત છે અમેરિકાના ફલોરિડામાં એક ક્રૂઝ પર રજા માણવા ગયેલી ચીયરલીડર એનાની. જેના મોતે સૌને ચોંકાવી દીધા. એના પોતાની સ્કૂલમાં ખૂબ જ ફેમસ હતી અને ભવિષ્યમાં અમેરિકાની નૌસેનામાં જવા માગતી હતી. પણ તેની સાથે કંઈક એવું થયું જેને જાણીને તમારા રુંવાડા ઊભા થઈ જશે.
એના પોતાના પિતા અને બે સાવકા ભાઈ સાથે ૬ દિવસની રજા માણવા માટે ક્રૂઝમાં ગઈ હતી. તેના માતા-પિતાના લગભગ ૧૩ વર્ષ પહેલાં છૂટાછેડા થઈ ગયા હતા અને ત્યારથી તે પોતાના પિતા સાથે રહેતી હતી. અસલી મા સાથે તેને ખૂબ ઓછી વાત થતી હતી. ૭ નવેમ્બરના રોજ એના ક્રૂઝ પર મૃત જોવા મળી હતી. શરૂઆતમાં સૌને લાગ્યું કે તે ગૂમ થઈ ગઈ છે, પણ બાદમાં એક મહિલા સફાઈકર્મીએ તેના રૂમમાં બેડની નીચે તેની લાશ જોઈ. પોલીસ તપાસમાં જે વાત સામે આવી, તેણે આખો મામલો વધારે ડરામણો બનાવી દીધો.
પોલીસને શંકા છે કે એનાની હત્યા તેના ૧૬ વર્ષના ભાઈએ કરી છે. સાવકા ભાઈ પર પહેલાં પણ એના સાથે ગંદી હરકત કરવાનો આરોપ લાગ્યો હતો. એનાના એક્સ બોયફ્રેન્ડના પિતાએ જણાવ્યું કે એનાના સાવકા ભાઈ એના પર ખોરી દાનત રાખતા હતા અને તેણે ઘણી વાર એના સાથે જબરદસ્તી કરવાની કોશિશ પણ કરી ચૂક્યો છે.
એક્સ બોયફ્રેન્ડના પિતાના જણાવ્યા અનુસાર, છોકરો હંમેશા પોતાની પાસે એક મોટું ચાકૂ રાખતો હતો, જેનાથી એના ડરેલી હતી. તેણે આ વાત એનાની ફેમિલીને પણ બતાવી હતી, પણ કોઈએ તેની વાતને ગંભીરતાથી લીધી નહીં. પોલીસને શંકા છે કે રજા દરમિયાન આ સાવકા ભાઈએ કોઈ વિવાદમાં આવીને એનાની હત્યા કરી નાખી. હત્યા બાદ તેની લાશને લાઈફ જેકેટમાં લપેટીને બેડની નીચે નાખી દીધી, જેથી કોઈને ખબર ન પડે.
જો કે એના લાંબા સમય સુધી દેખાઈ નહીં, ત્યારે ગુમ થવાના સમાચાર ફેલાયા. તેના થોડા સમય બાદ રૂમની સફાઈ કરી રહેલી મહિલાએ બેડની નીચે લાશ જોઈ અને પોલીસને સૂચના આપી. આંતરરાષ્ટ્રીય સરહદમાં મોત થયું હોવાના કારણે આ મામલો ખૂબ જ સંવેદનશીલ થઈ ગયો. એનાની અસલી મા જે તેને કેટલાય વર્ષોથી મળી નહોતી, અંતિમ સંસ્કારમાં ચૂપચાપ આવી અને મીડિયાથી દૂર રહેતી દેખાઈ.
એનાનું સપનું હતું કે તે અમેરિકી નૌસેનામાં ભરતી થઈને દેશની સેવા કરે. તે મહેનતી, ફિટ અને સ્કૂલમાં સૌની ફેવરેટ હતી. પણ તેની નજીક રહેતા એક શખ્સે તેની જિદગી ખતમ કરી નાખી. હાલમાં આ કેસમાં સતત તપાસ થઈ રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
