તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st December 2025
ઇટલીમાં સ્ત્રી હત્યા માટે થશે આજીવન કારાવાસની સજા
સ્ત્રી હત્યા કે ફેમિસાઇડ એ ગુનો છે જેમાં સ્ત્રી કે છોકરીની હત્યા એટલા માટે કરવામાં આવે છે કારણ કે તે સ્ત્રી છે

મિલાન, તા.૧: ઇટલીની સંસદે સ્ત્રીહત્યાને માન્યતા આપતા કાયદાને મંજૂરી આપી દીધી હતી અને આ કાયદાને સત્તાપક્ષ અને વિપક્ષ બેઉનું સમર્થન મળ્યું હતું. ઇટલીમાં હવે જોસ્ત્રીને ફક્ત એટલા માટે મારી નાખવામાં આવે કે તેસ્ત્રી છે, તો એને એક અલગ અને ગંભીર ગુનો ગણવામાં આવશે. આને ફેમિસાઇડ કહેવામાં આવે છે. આ ગુના માટે આરોપીને આજીવન કારાવાસની સજા કરવામાં આવશે. કાયદાને ટેકો આપતાં ઇટલીનાં વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોનીએ કહ્યું હતું કે ‘હું એક એવું ઇટલી બનાવવા માગું છે જ્યાં કોઈ પણ મહિલા કયારેય એકલી કે ડર અનુભવે નહીં. ઇટલી હવે મેક્સિકો અને ચિલી સાથે એવા દેશોના જૂથમાં જોડાય છે જ્યાંસ્ત્રીહત્યાને ગુનો ગણવામાં આવે છે.'
ફેમિસાઇડ શું છે? :સ્ત્રીહત્યા કે ફેમિસાઇડ એ ગુનો છે જેમાંસ્ત્રી કે છોકરીની હત્યા એટલા માટે કરવામાં આવે છે કારણ કે તેસ્ત્રી છે, કારણ કે સમાજમાં લિંગ ભેદભાવ, હિંસા અથવા સત્તાના દુરુપયોગને કારણે તેને નબળી માનવામાં આવે છે. મહિલાઓ પરના યુનાઇટેડ નેશન્સના અહેવાલમાં જાણવા મળ્યું છે કે ૨૦૨૪માં આશરે ૫૦,૦૦૦સ્ત્રીઓ અને છોકરીઓની હત્યા તેમના નજીકના પાર્ટનરો અથવા પરિવારના અન્ય સભ્યો દ્વારા કરવામાં આવી હતી.
૨૦૨૩માં કૉલેજ-સ્ટુડન્ટની હત્યા બાદ કાયદાની માગણીઃ બે વર્ષ પહેલાં ઇટલીમાં બાવીસ વર્ષની સ્ટુડન્ટ જુલિયા ચેકેટિનની તેના ભૂતપૂર્વ બૉયફ્રેન્ડે હત્યા કરી હતી, કારણ કે ચેકેટિને તેની સાથે સંબંધ રાખવાનો ઇનકાર કર્યો હતો. ચેકેટિન પર તેના ભૂતપૂર્વ બૉયફ્રેન્ડે લગભગ ૭૦ વાર છરાના ઘા કર્યા હતા. મળત્યુ પહેલાં ચેકેટિને એક યાદી બનાવી હતી જેમાં તેના બૉયફ્રેન્ડે તેને કેવી રીતે કાબૂમાં રાખવાનો પ્રયાસ કર્યો હતો. આ હત્યામાં થયેલી હિંસાએ બધાને ચોંકાવી દીધા હતા અને મહિલા-કેન્દ્રિત કાયદાની માગણીઓ શરૂ કરી હતી.
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
