<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd December 2025

અમેરિકા-વેનેઝુએલા વચ્ચે થઇ રહી છે મોટા યુદ્ધની તૈયારી

ટ્ર્મપે વેનેઝુએલાના ડ્રગ તસ્કરોને આપી મોટી અને સીધી ચેતવણી:અમેરિકા ખુબજ જલ્દી વેનેઝુએલાની અંદર રહેતા ડ્રગ્સ તસ્કરો પર હુમલા કરવાનું શરૂ કરી શકે છે

નવી દિલ્હી: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલાના ડ્રગ તસ્કરોને કડક અને સ્પષ્ટ ચેતવણી આપી છે. કેરેબિયન ક્ષેત્રમાં કથિત વેનેઝુએલાની નાર્કો-ટ્રાફિકિંગ બોટ્સ પર સતત હવાઈ હુમલાઓ બાદ હવે ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકા ખૂબ જ જલ્દી વેનેઝુએલાની અંદર કાર્યરત ડ્રગ તસ્કર ગેંગ્સને નિશાન બનાવવાનું શરૂ કરશે.

મંગળવારે આયોજિત કેબિનેટ બેઠક દરમિયાન ટ્રમ્પે આ ટિપ્પણીઓ કરી હતી. તેમના નિવેદનને કારણે વેનેઝુએલા અને અમેરિકા વચ્ચે પહેલેથી જ વધેલા રાજનૈતિક તણાવમાં વધુ વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

અમેરિકન પ્રશાસને દાવો કર્યો છે કે વેનેઝુએલાના કેટલાક સમૂહો આંતરરાષ્ટ્રીય ડ્રગ નેટવર્ક્સને ટેકો આપી રહ્યા છે અને આ સામે કડક પગલાં લેવાની જરૂર છે. બીજી તરફ, વેનેઝુએલા સરકાર આ આરોપોને રાજકીય પ્રેરિત ગણાવી ચૂકી છે.

યુએસ મિલિટરીએ 2 સપ્ટેમ્બરના રોજ કેરેબિયનમાં ચાલી રહેલા શંકાસ્પદ ડ્રગ જહાજ પર બીજો હુમલો કર્યો હતો, કારણ કે પ્રારંભિક હુમલામાં જહાજ પરના તમામ લોકો માર્યા ગયા નહોતા. ટ્રમ્પે કહ્યું કે, "મને બીજા હુમલા વિશે ખબર નહોતી. મને લોકો વિશે કંઈ ખબર નહોતી. હું તેમાં સામેલ નહોતો અને મને ખબર હતી કે તેમણે એક બોટ ઉડાવી દીધી હતી, પરંતુ હું કહીશ કે તેમણે હુમલો કર્યો હતો."

(6:15 PM IST)