News of Wednesday, 3rd December 2025
એક અહેવાલ મુજબ ભારતમાં 38 ટકા લોકો ફેટી લીવરની સમસ્યાથી પીડાઈ રહ્યા છે
સ્થૂળતા,ડાયાબિટીઝ અને કેન્સર જેવી ઘણી બીમારીઓ ઝડપથી ફેલાઈ રહી છે:ભારતમાં લગભગ 35થી 38ફેટી લીવર ડિસીઝથી પીડાઈ છે:આ બીમારી કોઈ પણ લક્ષણો વિના પણ શરીરમાં ઘર કરી જાય છે

નવી દિલ્હી: ભારતમાં સ્થૂળતા, ડાયાબિટીસ અને કેન્સર જેવી ઘણી બીમારી ઝડપથી ફેલાઈ રહી છે, આમાંથી એક બીમારી ખૂબ જ સામાન્ય છે જે નોન-આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝ (NAFLD)છે. PIBના 2024ના રિપોર્ટ પ્રમાણે ભારતમાં લગભગ 35-38% લોકો ફેટી લીવર ડિસીઝથી પીડાય છે. આ બીમારી કોઈપણ લક્ષણો વિના પણ શરીરમાં ઘર કરી જાય છે. ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડૉ. સૌરભ સેઠી (MD, MPH)એ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયોમાં જણાવ્યું છે કે, આ બીમારીના કેટલાક સામાન્ય લક્ષણો હોય છે જેને લોકો સમજી શકતા નથી અને અવગણતા રહે થે. જો તે લક્ષણો ઓળખી લેવામાં આવે તો આ બીમારીથી બચી શકાય છે. તો ચાલો જાણીએ આ લક્ષણો. ફેટી લીવરનો થાક સામાન્ય થાક કરતા અલગ છે કારણ કે તે આરામ કર્યા પછી પણ દૂર નથી થતો. વાસ્તવમાં લીવર શરીરના પોષક તત્વોને એનર્જીમાં રૂપાંતરિત કરે છે અને જ્યારે તેની અંદર ચરબી જામી જાય છે ત્યારે તેની પ્રોસેસ ધીમી થઈ જાય છે. તેનાથી ધીમે-ધીમે દિવસભર થાક રહે છે અને એનર્જી પણ ઓછી થાય છે. ફેટી લીવર ઓળખવાનો સૌથી સરળ રસ્તો એ છે કે તેમાં પેટની આસપાસના ભાગમાં ચરબી જમા થઈ જાય છે. ભલે શરીરનો બાકીનો ભાગ પાતળો હોય પરંતુ કમર અને પેટની સાઈઝ વધી જાય તો તે આંતરિક અવયવોમાં ખાસ કરીને લીવરની આસપાસ ચરબી જમા થઈ રહી છે જે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ અને મેટાબોલિક સમસ્યાઓની શરૂઆતનો સંકેત હોઈ શકે છે. ક્યારેક-ક્યારેક જમણી પાંસળીની નીચે ભારેપણું, દબાણ અથવા હળવો દુ:ખાવો અનુભવાય છે. આ લીવરમાં સોજો અથવા ઈમ્ફ્લેમેશનનો સંકેત હોઈ શકે છે. આ દુ:ખાવો ગંભીર નથી હોતો પરંતુ હળવો દુ:ખાવો અથવા ભારેપણું અનુભવાય છે. તેથી થાક અને વજન વધવા જેવા લક્ષણોને અવગણવા ન જોઈએ.
(6:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
