<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th December 2025

ચીનમાં છે ૩.૫ કરોડ કુંવારા પુરુષઃ દુલ્‍હન શોધવા પાર કરી રહ્યાં છે સરહદો

પાકિસ્‍તાન અને બાંગ્‍લાદેશ બંને ગરીબ દેશ છે. એવામાં ત્‍યાં છોકરીઓ ઘણીવાર જાણી જોઈને અથવા મજબૂરી અને લાલચમાં ચીનના લોકો સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ જાય છે

 

બીજીંગ,તા.૦૪: વન ચાઇલ્‍ડ પોલીસીના કારણે ચીનના યુવાઓ નવી મુશ્‍કેલીમાં મુકાઈ ગયા છે. છોકરીઓની અછતના કારણે મોટી સંખ્‍યામાં છોકરાઓને લગ્ન કરવા માટે છોકરીઓ મળતી નથી. એવામાં ચીનના યુવાનો લગ્ન માટે પડોસી દેશ પાકિસ્‍તાન અને બાંગ્‍લાદેશ તરફ વળી રહ્યાં છે.

યૂરેશિયન ટાઇમ્‍સના એક રિપોર્ટ અનુસાર પાકિસ્‍તાન અને બાંગ્‍લાદેશ બંને ગરીબ દેશ છે. એવામાં ત્‍યાં છોકરીઓ ઘણીવાર જાણી જોઈને અથવા મજબૂરી અને લાલચમાં ચીનના લોકો સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ જાય છે.

ચીનમાં લાખો યુવાન છોકરાઓ માટે જે બાળકોને જન્‍મ આપી શકે એવી ઉંમરમાં ગ્રુપમાં આવે છે, લગ્ન કરવા માટે કોઈ મહિલા નથી. ચીનમાં આ પુરુષો માટે એક પોલીસી છે. તેને ચીનના લેફટઓવર મેન કહેવામાં આવે છે.

ચીન પોતે માને છે કે, દેશમાં લગભગ ૩.૫ કરોડ પુરુષો વધુ છે. એ લિગ અસમાનતા આજની પેઢીમાં સૌથી વધુ છે. જો કે, આ સ્‍થિતિ ઓછામાં ઓછી આગામી બે દાયકાઓ સુધી સુધરશે નહીં. પરિણામે લાખો ચીની પુરુષો દુલ્‍હન શોધવા માટે ચીનની સરહદો પાર કરી રહ્યાં છે.

દુલ્‍હનની આ ઇન્‍ટરનેશનલ શોધમાં, પાકિસ્‍તાન અને બાંગ્‍લાદેશ જેવા દેશ ઘણા પરિબળોના હિસાબે લિસ્‍ટમાં સૌથી ઉપર છે. પહેલું કે તે ચીનથી ખૂબ નજીક છે, બીજિગ સાથે તેના સારા સંબંધો છે અને તે ખૂબ જ ગરીબ છે.

ઘણાં વચેટિયા આ સર્કિટમાં આવી ગયા છે, જે તેનો ફાયદો ઉઠાવી રહ્યાં છે. નબળી મહિલાઓને અમીર ચીની પુરુષો સાથે લગ્નનો વાયદો આપીને પ્રોસ્‍ટિટ્‍યૂટ તરીકે વેચી રહ્યાં છે. લગ્ન થવા છતાં પણ મહિલાઓને ઘણી સમસ્‍યાઓનો સામનો કરવો પડે છે. તે ચીની ભાષા બોલી કે વાંચી શકતી નથી. પાકિસ્‍તાન અને ચીન વચ્‍ચે ખૂબ જ મોટો કલ્‍ચરલ ગેપ છે. પાકિસ્‍તાન અને બાંગ્‍લાદેશની આ યુવાન મહિલાઓ એક અજાણ્‍યા દેશ અજાણ્‍યા લોકો વચ્‍ચે ઘેરાય જાય છે અને ભાષાના ગેપના કારણે વાતચીત કરી શકતી નથી.(૪૦.૫)

 

(10:07 AM IST)