તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th December 2025
અજબ ગજબઃ પતિની લાશ સાથે સૂવે છે આ મહિલાઓ, સપનામાં આપે છે બીજા લગ્નની મંજૂરી
આફ્રિકાની નીલ નદી ઘાટીમાં કેટલીય જનજાતિના લોકો વસવાટ કરે છે. આ તમામ જનજાતિઓ સદીઓથી પોતાની પરંપરાઓ નિભાવી રહ્યા છે

લંડન તા.૫: કહેવાય છે કે, લુઓ જનજાતિના લોકો સુદાનથી પલાયન કરીને આવ્યા હતા. સમય સાથે, તેઓ પヘમિી કેન્યા, ઉત્તરી યુગાન્ડા અને ઉત્તરી તાન્ઝાનિયાના અમુક ભાગમાં વસી ગયા. આ જનજાતિ અલગ અલગ દેશોમાં જરૂર રહે છે, પણ તેની સાંસ્કૃતિક ઓળખ એકસરખી છે. આ તમામ લોકો સમાન રીતિ-રિવાજોનું પાલન કરે છે. ધોલુઓ ભાષા બોલનારી આ જનજાતિએ જૂના સમયથી ચાલ્યા આવતા રીતિ-રિવાજોનું પાલન કરવાનું ચાલુ રાખ્યું. બીજી જનજાતિની માફક લુઓ જનજાતિના જન્મ, વિવાહ અને મૃત્યુ સાથે જોડાયેલા પોતાના રીતિ-રિવાજ છે. પણ તેમની એક પરંપરા ચોંકાવનારી છે, જે વિધવા મહિલાઓ સાથે જોડાયેલી છે.
આ પરંપરા અનુસાર, કોઈ પણ મહિલાના પતિના મોત બાદ, તેને તેની લાશ સાથે સૂવાનું હોય છે. આ રિવાજનો ઉદ્દેશ્ય વિધવાને ડરાવવા કે પરેશાન કરવાનું જરાય નથી. તેમાં એ મહિલાની પોતાના પતિ માટે અંતિમ જવાબદારી હોય છે. પતિના મોત બાદ પત્ની પાસેથી આશા રાખવામાં આવે છે કે તે તેની લાશની બાજુમાં રાત પસાર કરે. તેની પાછળ તેમનું કહેવું છે કે આ રિવાજ પતિ-પત્ની વચ્ચે ત્યાં સુધી સંબંધ બનાવી રાખે છે, જ્યાં સુધી આત્મા એવું નક્કી ન કરી લે કે મહિલા જીવનમાં આગળ વધવા માટે આઝાદ છે.
વિધવા મહિલા માટે આ રાત પોતાના દિવંગત પતિ પ્રત્યે સન્માન હોય છે. ત્યાર બાદ તે એક સપનાની રાહ જોતી હોય છે. આ સપનાને આ સમુદાયના લોકો ખૂબ જ ગંભીરતાથી લેતા હોય છે. જો મહિલાના સપનામાં પતિ તેને પ્યાર કરતો દેખાય છે તો એવું માનવામાં આવે છે કે મહિલા બીજા લગ્ન કરી પોતાના જીવનમાં આગળ વધી શકે છે. માનવામાં આવે છે કે આ સપનું આવ્યા બાદ જ વિધવા ફરીથી લગ્ન કરી નવા જીવનની શરૂઆત કરી શકે છે. સપના વિના, સમુદાયના વડીલોને લાગે છે કે પતિની આત્માએ હજુ સુધી મંજૂરી નથી આપી. જો કે આવા રિવાજ બહારની દુનિયાને અજીબ લાગે છે, પણ લુઓ માટે આ પ્રથા પરિવારના સન્માનની રક્ષા કરે છે. તેની સાથે જ આ લોકો માને છે કે તે પરિવારના લોકોને દિવંગત આત્માઓ હેરાન કરતી નથી.
અહીં ઉલ્લેખનીય છે કે લુઓ લોકો પરંપરાગત રીતે પશુપાલન, ખેતી અને માછલી પકડવાનું કામ કરે છે. મુખ્યત્વે આ લોકો વિક્ટોરિયા તળાવ પાસે માછલી પકડે છે. તેમના માટે પશુઓ ધન અને સામાજિક પ્રતિષ્ઠાનું પ્રતીક માનવામાં આવે છે. જ્યારે કોઈ પણ લગ્ન હોય છે, તો વરરાજા પરિવાર તરફથી દુલ્હનના પરિવારને કિમતી ઢોર આપવામાં આવે છે.(૩૮.૩)
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
