<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

અઠવાડીયાનો સૌથી ખરાબ-થકાવનારો- વધારે ગુસ્‍સો અપાવનારો દિવસ કયો?

ગિનીઝ વર્લ્‍ડ રેકોર્ડ કરી દીધી મોટી જાહેરાત

ન્‍યુયોર્ક,તા.૦૬: આપણા બધાની જિદગી એક નિヘતિ કરેલા શિડ્‍યૂલ પર ચાલતી હોય છે. દર અઠવાડીયું એક નવી શરુઆત લઈને આવે છએ, પણ તેની સાથે એક સવાલ સૌ કોઈના મનમાં ફરે છે કે આખરે કયો દિવસ સૌથી વધારે મુશ્‍કેલ, સૌથી થકાવનારો અને સૌથી વધારે ગુસ્‍સો અપાવનારો હોય છે? હંમેશા આપણે દોસ્‍તો સાથે વાતો કરતા હોઈએ છીએ કે સૌથી વધારે કયો દિવસ ટેન્‍શન આપે છે, કયો દિવસ સૌથી વધારે ઉદાસ કરે છે. એવો કયો દિવસ છે, જે દિવસ ઓફિસમાં કામ કરવાનું મન નથી લાગતું. લોકો આ દિવસને લઈને સોશિયલ મીડિયા પર ગુસ્‍સો વ્‍યક્‍ત કરતા હોય છે. તો આજે આપણે આ દિવસ કયો છે, તેના વિશે વાત કરવાના છીએ.

 દુનિયાભરના રેકોર્ડ નોંધતી સંસ્‍થા Guinness World Recordsએ તેનો જવાબ આપીને લોકોને ચોંકાવી દીધા છે. જ્‍યારે આ ઘોષણા થઈ ગઈ છે, તો ઈન્‍ટરનેટ પર લોકો તેને લઈને અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને મજેદાર અંદાજમાં પોતાની ભાવનાઓ વ્‍યક્‍ત કરી રહ્યા છે.

જો ઓફિસોમાં કામ કરતા લોકોને પૂછવામાં આવે કે કયો દિવસ સૌથી વધારે મુશ્‍કેલ હોય છે, તો જરાં પણ અચકાયા વિના લોકો રજા પછીના દિવસને ગણાવતા હોય છે. રજામાં આપણે આરામ કરતા હોઈએ છીએ, મોડા ઉઠીએ છીએ અને મગજને ખાલી રાખીએ છીએ. પણ જેવું નવા અઠવાડીયાની શરુઆત થાય, કે તરત જ સામે કામની લાંબી યાદી આવીને ઊભી રહી જાય. આ જ કારણ છે કે લોકોને આ દિવસ બોજ લાગે છે.

ઈન્‍ટરનેટ પર સૌથી લાંબા સમયથી મજાક, મીમ્‍સ અને પોસ્‍ટમાં એક દિવસનું નામ સૌથી વધારે સંભળાય છે. પછી તે યુવાન હોય કે ઓફિસે જનારા લોકો, આ દિવસને લઈને ફરિયાદ હંમેશા રહેતી હોય છે. કેટલાય લોકો લખે છે કે આ દિવસે સવારે બેડ પરથી ઉતરવાનું મન નથી થતું. આ જ કારણ છે કે હંમેશાથી આ ચર્ચા જીવિત રહી છે શું છે સાચે જ આ દિવસ સૌથી ખરાબ છે કે પછી ખાલી આપણી ભાવનાની અસર છે?

જો કે હવે તેનો જવાબ મળી ગયો છે. Guinness World Recordsએ પોતાના સત્તાવાર અકાઉન્‍ટ પર પોસ્‍ટ કરતા જણાવ્‍યું કે, અઠવાડીયાનો સૌથી બેકાર દિવસ કયો છે. જેવું આ સમાચાર સામે આવ્‍યા, સોશિયલ મીડિયા પર લોકો ધડાધડ કોમેન્‍ટ કરવા લાગ્‍યા. લાખો લોકોએ આ પોસ્‍ટને લાઈક કરી, શેર કરી અને લખ્‍યું કે આખરે તેમની ભાવનાને ઓળખ મળી ગઈ.

ગિનીઝના જણાવ્‍યા અનુસાર, અઠવાડીયાનો સૌથી ખરાબ દિવસ સોમવાર છે, આ એજ સોમવાર છે, જેને દુનિયાભરના લોકો પહેલાથી ફરિયાદ કરતા આવ્‍યા છે. રજા બાદ કામની શરુઆત થાય છે, તો કેટલાય લોકો ખુદને થાકેલા અનુભવે છે, ન ફક્‍ત શરીર, પણ મગજ પણ ખુદને તૈયાર કરવામાં સમય લેતું હોય છે. આ જ કારણ છે કે સોમવારનું નામ સૌથી ખરાબ દિવસ તરીકે નોંધાયેલું છે.

(10:16 AM IST)