તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 6th December 2025
ખાલીસ્તાની આતંકીઓ વિરુદ્ધ બ્રિટને મોટી કાર્યવાહી શરૂ કરી હોવાના સમાચાર
બે વ્યક્તિઓ પર આતંકવાદ સાથે જોડાયેલ હોવાના આરોપ હેઠળ પ્રતિબંધ લગાવવામાં આવ્યા:આ પગલાંથી બ્રિટનની નાણાકીય પ્રણાલીનો દુરુપયોગ કરનાર ઉગ્રવાદીઓને લાગશે આંચકો

નવી દિલ્હી: ભારતના સતત દબાણ વચ્ચે બ્રિટને ખાલિસ્તાની આતંકવાદી સમૂહ સામે મોટું ઐતિહાસિક પગલું લીધું છે. બ્રિટિશ સરકારે 4 ડિસેમ્બરે ગુરપ્રીત સિંહ રેહલ નામના એક વ્યક્તિ અને બબ્બર અકાલી લહેર સંગઠન પર આતંકવાદ સાથે જોડાયેલા આરોપ હેઠળ પ્રતિબંધ લગાવી દીધો છે. આ કાર્યવાહી ખાસ કરીને બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ નામની પ્રતિબંધિત ખાલિસ્તાની આતંકવાદી સંગઠન સાથે તેની સાંઠગાંઠને લઈને કરવમાં આવી છે. આ પગલાંથી બ્રિટનની નાણાંકીય પ્રણાલીનો દુરૂપયોગ કરનારા ઉગ્રવાદીઓને આંચકો લાગશે અને ભારત-બ્રિટન વચ્ચે આતંકવાદ વિરોધી સહયોગને નવી મજબૂતી મળશે. બ્રિટન સરકારે કાઉન્ટર ટેરેરિઝ્મ (સેંક્શંસ) (ઈયુ એગ્ઝિટ) રેગ્યુલેશન્સ 2019 હેઠળ આ પ્રતિબંધો લાગુ કર્યા છે. જેમાં નીચે મુજબની કાર્યવાહી સામેલ છે.
સંપત્તિ ફ્રીઝઃ રેહલ, બબ્બર અકાલી લહેર અને તેની સાથે જોડાયેલી કંપનીની બ્રિટનમાં સ્થિત તમામ સંપત્તિ, ફંડ અને આર્થિક સંસાધનોને તાત્કાલિક પ્રભાવથી ફ્રીઝ કરવાામં આવ્યા છે. બ્રિટિશ નાગરિક અથવા સંસ્થાઓને જ્યાં સુધી એચએમ ટ્રેઝરીથી લાઇસન્સ ન મળે ત્યાં સુધી આ સંસાધનો સાથે કોઈ કરાર કરવા અથવા તેમને કંઈપણ ઉપલબ્ધ કરાવવાની મંજૂરી નથી, .
કંપનીઓ પર અસરઃ રેહલ સાથે જોડાયેલા સંગઠન સેવિંગ પંજાબ સીઆઈસી, વાઇટહૉક કન્સલ્ટેશન્સ લિમિટેડ અને અનઇનકૉર્પોરેટેડ સંગઠન લોહા ડિઝાઇન્સ પર પણ પ્રતિબંધ લગાવ્યા છે.
ડિરેક્ટરશિપ પર પ્રતિબંધ: ગુરપ્રીત સિંહ રેહલને ડિરેક્ટરનું પદ સંભાળવાથી અથવા કોઈપણ કંપનીના સંચાલનમાં સીધી/પરોક્ષ રીતે ભાગ લેવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
પ્રતિબંધોનું ઉલ્લંઘન કરવા પર સાત વર્ષની કેદ અથવા 10 લાખ પાઉન્ડ સુધીનો દંડ થઈ શકે છે. બ્રિટનના નાણાં મંત્રાલયના મૂલ્યાંકન અનુસાર, આ પહેલીવાર છે જ્યારે ડોમેસ્ટિક કાઉન્ટર-ટેરેરિઝ્મ રિજીમનો ઉપયોગ ખાલિસ્તાની મિલિટેન્ટ ગ્રુપ્સના ફંડને રોકવા માટે કરવામાં આવ્યો છે.
ગુરપ્રીત સિંહ રેહલ પર ભારતમાં આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ સંગઠનો સાથે જોડાયેલ હોવાનો આરોપ છે. બ્રિટિશ સરકાર અનુસાર, તે બબ્બર ખાલસા અને બબ્બર અકાલી લહેરની ગતિવિધિઓમાં સક્રિય રીતે સામેલ છે. આ આતંકી સંગઠનોની ગતિવિધિઓમાં સમૂહોનું પ્રચાર-પ્રસાર અને પ્રોત્સાહન, ભરતી અભિયાન ચલાવવું, નાણાંકીય સેવા પ્રદાન કરવી, હથિયાર અને અન્ય સૈન્ય સામગ્રીની ખરીદીમાં મદદ અને આવા જ સંગઠનોને સમર્થન અને સહયોગ આપવા જેવી બાબતો સામેલ છે.
(6:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
