<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

જેલમાં બંધ બોયફ્રેન્‍ડનો ચહેરો પોતાના મોઢા પર છૂંદાવ્‍યો

મહિલાનું કહેવું છે કે આ ટેટૂ તેના પ્રેમ અને વફાદારીનું પ્રતીક છે

ન્‍યુયોર્ક,તા.૧૫: પ્રેમમાં પડેલી વ્‍યક્‍તિ પ્રેમની અભિવ્‍યક્‍તિ માટે કોઈ પણ હદ પાર કરી જાય. આવું જ કંઈક વિદેશની એક યુવતીએ કર્યું છે. તેણે પોતાના બોયફ્રેન્‍ડનો ચહેરાનું ટેટૂ પોતાના સાઇડ ફેસ પર છૂંદાવ્‍યું છે. ચહેરાની સાથે ટેટૂમાં લખ્‍યું છે Free mine. મતલબ કે મારાવાળાને ફ્રી કરો. મહિલાનું કહેવું છે કે આ ટેટૂ તેના પ્રેમ અને વફાદારીનું પ્રતીક છે અને તે જ્‍યાં સુધી જેલમાં રહેશે ત્‍યાં સુધી તે આ રીતે મારી સાથે રહેશે. સોશ્‍યલ મીડિયાની આ પોસ્‍ટમાં જે તસવીર શેર થઈ છે એ જોઈને જ અચંબિત થઈ જવાય એવું છે, પરંતુ ચર્ચા એ છે કે આ ખરેખર અસલી હશે કે નહીં? કેટલાકને યુવતીના પ્રેમ અને બોયફ્રેન્‍ડ પ્રત્‍યેના કમિટમેન્‍ટ માટે માન થાય છે તો કેટલાકનું કહેવું છે કે ચહેરા પર આવું કાયમી ટેટૂ બનાવવાનો નિર્ણય જો ક્‍યારેક અફસોસમાં પરિણમે તો એ પછીનું જીવન બહુ દુખદાયી રહે છે.

(9:52 AM IST)