<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

બરફના થરની વચ્‍ચે કપડાં વિના બે કલાક ૩૦ સેકન્‍ડ રહેવાનો રેકોર્ડ

લંડન તા. ૧પ :.. ઠંડીના દિવસોમાં જો શરીર પર ઠંડું પાણી અડી જાય તોય અરેરાટી નીકળી જાય છે, પણ પોલેન્‍ડના લુકાઝ સ્‍પુનર નામના લોખંડી પુરુષે ખુલ્લા શરીરે ડાયરેક્‍ટ બરફના ઢગલાની વચ્‍ચે બે કલાક ૩૦ સેકન્‍ડ સુધી રહેવાનું કારનામું કર્યું હતું. બરફ ડાયરેક્‍ટ ત્‍વચા પર લાગેલો રહે ત્‍યારે શરીરનું તાપમાન અચાનક જ નીચું જતું રહેવાના ચાન્‍સિસ વધી જાય છે. આ સ્‍ટન્‍ટ ખૂબ જોખમી પણ છે. લુકાઝે નવો ગિનેસ વર્લ્‍ડ રેકોર્ડ તો બનાવ્‍યો છે, પણ એમાં જૂના રેકોર્ડ કરતાં માર્જિન માત્ર ૨૩ સેકન્‍ડનું જ છે. જૂનો રેકોર્ડ સ્‍વિટ્‍ઝરલેન્‍ડના ઇલિયાસ મેયરે બનાવ્‍યો હતો અને તે બરફની અંદર બે કલાક ૭ સેકન્‍ડ માટે દટાયેલો રહ્યો હતો.

 

(3:26 PM IST)