<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

આ છે દુનિયાનો સૌથી હેન્‍ડસમ પુરુષઃ રસ્‍તા પર નીકળે તો ટ્રાફિક જામ થઈ જાય

એક ઝલક જોવા માટે ચાહકો પડાપડી કરતા હોય છે અને સોશિયલ મીડિયા પર તેનો દરેક લુક છવાઈ જાય છે

સીઉલ,તા.૧૬: દુનિયામાં જ્‍યારે પણ હેન્‍ડસમનેસની વાત થતી હોય તો કિમ તૈહ્યુંગ એટલે કે સ્‍નું નામ સૌથી પહેલા લેવામાં આવે છે. ગજબની સ્‍માઈલ, ઊંડી આંખો અને રોયલ પર્સનાલિટીના કારણે તે કરોડો લોકોના દિલો પર રાજ કરે છે. તેની એક ઝલક જોવા માટે ચાહકો પડાપડી કરતા હોય છે અને સોશિયલ મીડિયા પર તેનો દરેક લુક છવાઈ જાય છે. આ જ કારણ છે કે આજે તેને દુનિયાના સૌથી હેન્‍ડસમ મેન કહેવાય છે.

કિમ તૈહ્યુંગ, જેને આખી દુનિયા સ્‍ના નામથી ઓળખે છે. આજે ખાલી કે-પોપ સ્‍ટાર જ નહીં પણ ગ્‍લોબલ સેન્‍સેશન બની ચૂક્‍યો છે. તેને ઘણી વાર દુનિયાના સૌથી હેન્‍ડસમ પુરુષ કહેવાઈ ચૂક્‍યો છે. તેની પોપ્‍યુલારિટીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે જો તે રોડ પર નીકળે તો લોકોની ભીડથી રસ્‍તો જામ થઈ જાય. તેની એક ઝલક જોવા માટે ચાહકો કલાકો સુધી રાહ જોતા હોય છે. સોશિયલ મીડિયા પર તેની તસવીર આવતા જ વાયરલ થઈ જાય છે અને છોકરીઓ જ નહીં પણ દરેક ઉંમરના લોકો તેના દીવાના થઈ જાય છે.

કિમ તૈહ્યુંગ સાઉથ કોરિયાના પ્રખ્‍યાત બોય બેન્‍ડ બીટીએસનો સભ્‍ય છે. બીટીએસે આખી દુનિયામાં કોરિયન મ્‍યૂઝિકને એક નવી ઓળખ આપી છે અને તેમાં વીની ભૂમિકા મહત્ત્વની છે. તેની આંખો, શાર્પ જોલાઈન, સ્‍મૂધ સ્‍કીન અને અલગ જ રોયલ ઓરા તેને બાકીના સ્‍ટારથી એકદમ અલગ બનાવે છે. આ જ કારણ છે કે ફેશન અને સ્‍ટાઈલની દુનિયામાં પણ તેનું નામ સૌથી ઉપર છે. ગુચ્‍ચી, સેલીન અને લુઈ વિટોન જેવી મોટી ઇન્‍ટરનેશનલ બ્રાન્‍ડ તેને પોતાના ગ્‍લોબલ એમ્‍બેસેડર બનાવી ચૂકી છે. જે પણ લુક કિમ તૈહ્યુંગ અપનાવે છે, તે તરત ટ્રેન્‍ડ બની જાય છે

ખાલી લુક જ નહીં પણ કિમ તૈહ્યુંગનો અવાજ પણ એટલો જ ખાસ છે. તેનો અવાજ ઊંડો, ભાવનાઓથી ભરેલો અને હૃદયને સ્‍પર્શી જાય તેવો છે. સિગ્‍યુલારિટી, સ્‍ટિગ્‍મા અને સ્‍વીટ નાઈટ જેવા ગીતમાં તેની સિગિગે ચાહકોને ભાવુક કરી દીધા છે. આ ઉપરાંત તેણે કોરિયન ડ્રામા હ્યારાંગમાં એક્‍ટિંગ કરીને એ સાબિત કરી દીધું કે તે ખાલી સિગર જ નહીં પણ એક શાનદાર કલાકાર પણ છે. તેનો મલ્‍ટી ટેલેન્‍ટેડ અંદાજ જ તેને અન્‍યથી અલગ બનાવે છે

કિમ તૈહ્યુંગની ફેન ફોલોઈંગ આખી દુનિયામાં ફેલાયેલી છે. ઇન્‍સ્‍ટાગ્રામ પર તેની પોસ્‍ટ પર થોડી મિનિટોમાં લાખો લાઈક્‍સ અને કોમેન્‍ટ આવે છે. ચાહકો ખાલી તેની સુંદરતા જ નહીં પણ તેનો માસૂમ, ફની અને કેરિગ સ્‍વભાવ માટે પણ તેને લાઈક કરે છે. તે હંમેશા ચાહકો સાથે નાની મોટી વાતો શેર કરે છે, જેનાથી લોકો તેની સાથે વધારે કનેક્‍ટ થઈ શક્‍યા છે. આ જ કારણ છે કે ચાહકો તેને ખાલી સ્‍ટાર નહીં પણ પોતાનું ઇમોશન માને છે.

કેટલીય ઇન્‍ટરનેશનલ મેગેઝીન અને સર્વેમાં કિમ તૈહ્યુંગને દુનિયાના સૌથી હેન્‍ડસમ પુરુષોની યાદીમાં નંબર ૧ પર રાખ્‍યો છે. લોકો કહે છે કે તે કોઈ પેઇન્‍ટિંગ અથવા ડોલ જેવો લાગે છે. તેની હાજરીમાં એક અલગ જ આકર્ષણ હોય છે, જે કોઈને પણ પોતાની તરફ ખેંચી લે છે. આજે કિમ તૈહ્યુંગ ખાલી બીટીએસનો વી નથી, પણ હેન્‍ડસમ, ટેલેન્‍ટ અને પોપ્‍યુલારિટીનું પરફેક્‍ટ કોમ્‍બિનેશન બની ચૂક્‍યો છે. આ જ કારણ છે કે દુનિયાભરની છોકરીઓ જ નહીં પણ કરોડો લોકો પણ તેના દીવાના છે અને તેનો ક્રેઝ દરરોજ વધતો જ જાય છે

(10:15 AM IST)