News of Tuesday, 16th December 2025
ઓએમજી......અચાનક ઝટકાથી કેબલ કાર અટકી જતા 15 મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત
સૈન ફ્રાંસિસ્કોની ઘટના:અચાનક કેબલ કાર અટકી ગઈ:પર્યટકોમાં અફડાતફડી મચી જવા પામી

નવી દિલ્હી: પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ પર ચાલતી કેબલ કાર અચાનક જોરદાર ઝટકાથી બંધ થઈ જતાં અંદર બેઠેલા મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં કુલ 15 મુસાફરો ઘાયલ થયા હોવાની માહિતી મળી છે, જેમાં કેટલાકને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટના બનતાં જ સ્થળ પર અફરા-તફરી મચી ગઈ હતી.
સૈન ફ્રાંસિસ્કોમાં એક કેબલ કાર અચાનક રોકાઈ જતા દુર્ઘટના સર્જાઈ હતી.કારમાં સવાર ઓછામાં ઓછા 15 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવામાં આવી રહ્યું છે.આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત 15 લોકો પૈકી બે ને વધારે ઇજા થતા તેમને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા,તેમજ 11 અન્ય લોકોને સામાન્ય ઇજા પહોંચતા તેમને ઘટનાસ્થળેજ જરૂરી સારવાર પુરી પાડવામાં આવી હતી.
કેબલ કારમાં ફસાયેલા અન્ય પ્રવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જે કેટલાક કલાકો સુધી ચાલ્યું. આ દરમિયાન પ્રવાસીઓમાં ભય અને ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો.પ્રશાસને ઘટનાની તપાસના આદેશ આપ્યા છે અને કેબલ કારની તકનીકી સ્થિતિની વિગતવાર તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું છે.
(6:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
