તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 20th December 2025
બિલ્ડિંગથી પણ ઊંચી વિંગ બનાવવાનો બન્યો વર્લ્ડ રેકોર્ડ
આ વિગ એટલી લાંબી છે કે એની સામે ૩ માળનું બિલ્ડિંગ પણ નાનું લાગે છે

લંડન તા.૨૦: નાઇજીરિયાની હેલન વિલિયમ્સ નામની યુવતીએ નકલી વાળની વિગ બનાવી છે. આ વિગ એટલી લાંબી છે કે એની સામે ૩ માળનું બિલ્ડિંગ પણ નાનું લાગે છે. આ પહેલાં હેલને નકલી વાળની વિશ્વની સૌથી લાંબી વિગ બનાવી હતી જેની લંબાઈ હતી ૧૧૫૨ ફુટ પાંચ ઇંચ. જોકે આ વખતે તેણે ઊંચી વિગ બનાવી છે. મતલબ કે આ નકલી વાળ હેલનના માથેથી નીચે નથી લહેરાતા, પણ માથાની ઉપર જાણે ટોપી લગાવી હોય એમ ઊંચી ચોટી બનાવે છે. આ ઊંચી વિગની હાઇટ છે ૫૦.૪૨ ફુટ. આ માટે તેણે વાળને એવી રીતે એક કાપડ પર ચિપકાવ્યા હતા જેથી કડક અને સીધા ઊંચા રહે. આ વિગ ૩ માળના બિલ્ડિંગ કરતાં પણ વધુ ઊંચી છે. ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સે બુધવારે આ સૌથી ઊંચી વિગ હોવાનું પ્રમાણપત્ર આપ્યું હતું. આ રેકોર્ડ તોડવા માટે પહેલાં તેણે બે નિષ્ફળ પ્રયોગ કર્યા હતા. એ પછી વાળ સ્થિર સીધા ઊભા રહે એ માટે સિન્થેટિક વાળનાં ૨૫૦ બંડલ વાપર્યાં હતાં. હેલનને વાળ સાથે જોડાયેલા જાતજાતના રેકોર્ડ્સ બનાવવાનો ચસકો છે. આ પહેલાં પણ તેણે ૩૦ સેકન્ડમાં વિગમાં સૌથી વધુ ૯૪ હેરક્લિપ્સ લગાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ ઉપરાંત તેણે ર૩૦ સેકન્ડમાં પોતાના માથા પર ૯૭ હેરક્લિપ પણ લગાવી હતી.
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
