તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd December 2025
અમેરિકાએ ઓઇલ લઇ જતું એક વેનેઝુએલાનું જહાજ કરી લીધું જપ્ત
અમેરિકા અને વેનેઝુએલા વચ્ચેના રાજદ્વારી સંબંધો અત્યંત વણસ્યા:તેલ ટેન્કર જપ્ત કરતા દક્ષિણ અમેરિકાના આ દેશમાં ભારે રોષ જોવા મળી રહ્યો

નવી દિલ્હી: અમેરિકા અને વેનેઝુએલા વચ્ચેના રાજદ્વારી સંબંધો અત્યંત વણસ્યા છે. અમેરિકન દળોએ વેનેઝુએલાના દરિયાકાંઠેથી વધુ એક તેલ ટેન્કર જપ્ત કરતા દક્ષિણ અમેરિકાના આ દેશમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વેનેઝુએલાએ આ ઘટનાને 'આંતરરાષ્ટ્રીય ચાંચિયાગીરી' અને 'લૂંટ' ગણાવીને કડક કાર્યવાહીની ચેતવણી આપી છે.
અગાઉ અમેરિકા હોમલેન્ડ સિક્યુરિટી ચીફે પુષ્ટિ આપી હતી કે અમેરિકન દળોએ તાજેતરમાં વેનેઝુએલાના બંદર પર ડોક કરાયેલા એક તેલ ટેન્કર જપ્ત કર્યું છે. યુએસ કોસ્ટ ગાર્ડે, પેન્ટાગોન સાથે સંકલનમાં, વહેલી સવારે આ કાર્યવાહી હાથ ધરી હતી.
વેનેઝુએલાના ઉપપ્રમુખ ડેલ્સી રોડ્રિગ્ઝે સોશિયલ મીડિયા પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, 'અમેરિકા દ્વારા વારંવાર કરવામાં આવતી આ કાર્યવાહી આંતરરાષ્ટ્રીય કાયદાનું ગંભીર ઉલ્લંઘન છે. આ ગુનાહિત કૃત્યો સજા પામ્યા વિના રહેશે નહીં. આ ગંભીર ઘટનાઓ માટે જવાબદાર લોકોએ ન્યાય અને ઇતિહાસ સમક્ષ જવાબ આપવો પડશે.' વેનેઝુએલા હવે આ મુદ્દાને યુએન સુરક્ષા પરિષદ (UNSC) અને અન્ય આંતરરાષ્ટ્રીય મંચો પર લઈ જવાની તૈયારી કરી રહ્યું છે.
બીજી તરફ, અમેરિકાના હોમલેન્ડ સિક્યુરિટી ચીફ ક્રિસ્ટી નોએમે આ કાર્યવાહીને વાજબી ઠેરવી છે. તેમણે 'X' પર પોસ્ટ કરીને લખ્યું 'આ ટેન્કરનો ઉપયોગ ગેરકાયદે તેલની હેરફેર માટે થતો હતો. આ તેલના વેચાણમાંથી મળતા નાણાંનો ઉપયોગ ડ્રગ્સ સંબંધિત આતંકવાદને ભંડોળ પૂરું પાડવા માટે થતો હતો. યુએસ કોસ્ટ ગાર્ડ અને પેન્ટાગોને સંયુક્ત રીતે આ ઓપરેશન પાર પાડ્યું છે.'
(7:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
