<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

અમેરિકાએ ગેરકાયદે વસતા 205ભારતીયોને મોકલ્યા પરત

ટ્રમ્પે અમેરિકાના પ્રમુખ તરીકે હોદ્દો સાંભળ્યો તે સાથે જ અમેરિકામાં વસતા કે સરહદ પર પડાવ નાંખી ઘુસવા માંગતા અન્ય દેશના ગેરકાયદેસર રીતે વસતા નાગરિકોને પરત મોકલવાની ઝુંબેશ હજુ પણ યથાવત

નવી દિલ્હી: ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના  પ્રમુખ તરીકે હોદ્દો સાંભળ્યો તે સાથે જ અમેરિકામાં વસતા કે સરહદ પર પડાવ નાંખી  ઘુસવા માંગતા  અન્ય દેશના ગેરકાયદેસર રીતે વસતા નાગરિકોને પરત મોકલવાની ઝુંબેશ આરંભી. ભારતના ૨૦૫ આવા નાગરિકોને અમાનવીય રીતે વિશેષ કાર્ગો વિમનમાં હાથ અને પગમાં સાંકળ બાંધીને બેસાડવામાં આવ્યા હતાં. મહિલાઓ જોડે પણ આવો જ વર્તાવ કરવામાં આવ્યો હતો. ટ્રમ્પ સરકાર ભારતીયો વધુ રહેતા હોય તે વિસ્તારોમાં દરોડા પાડીને પણ આવા નાગરિકોને શોધે છે અને ખાસ ઉભી કરાયેલ જેલમાં પુરી ક્રમશઃ ભારત મોકલે છે.

મુંબઈમાં ૨૦૦૮માં કસાબ અને પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા જે હુમલો થયો હતો તેમાં પડદા પાછળ તવ્હહુર રાણાની પણ ષડયંત્ર રચવામાં સંડોવણી બહાર આવી હતી.તે અને તેના સાથી ડેવિડ હેડલી  લશ્કર એ તૈઈબાને મદદ કરતા હતાં તે પાકિસ્તાન આર્મીમાં ડોક્ટર તરીકે સેવા આપતો હતો. તે પછી કેનેડા સ્થાયી થયો હતો અને તેના આધારે અમેરિકાના શિકાગો માં રહેવા લાગેલો. મુંબઈ ઉપરાંત અન્ય વૈશ્વિક આતંકવાદી હુમલામાં પણ તે પડદા પાછળ રહી તેનું ભેજું અજમાવતો. ૨૦૨૩માં જ તેની મુંબઈ પરના હુમલામાં  સંડોવણી અમેરિકામાં ચાલતી  એક અન્ય કેસની કાર્યવાહી દરમ્યાન બહાર આવી હતી અને તે ત્યાં જેલમાં રખાયેલો. ટ્રમ્પે સત્તા પર આવતા ભારતની માંગ સ્વીકારી હતી અને તવ્હહુર રાણા ભારતને સોંપવામાં આવ્યો છે. હાલ તે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા પુછપરછ કરવા જેલમાં ધકેલાયો છે.

નવેમ્બરનાં અંત ભાગથી ડિસેમ્બર  દરમિયાન ઈન્ડિગો એરલાઈન્સમાં  ફલાઈટ ડયુટીના નવા નિયમોનો અમલ કરવાની દાનત નહીં હોય કે પછી  પૂર્વ આયોજનના અભાવે પાયલોટ અને ક્રૂ સ્ટાફની તીવ્ર અછત સર્જાઈ અને  એરપોર્ટ પર અને મુસાફરોને પડેલી હાલાકીની  રીતે દેશવ્યાપી  અંધાધુંઘી સર્જાઈ.  ડીજીસીએને આપવામાં આવેલા આંકડાઓ મુજબ માત્ર નવેમ્બરમાં જ ૧,૨૩૨ ફ્લાઇટ રદ થઈ. ડિસેમ્બર ૩-૫ દરમ્યાન સંકટ ચરમસીમાએ પહોંચ્યુ અને બે હજાર ફ્લાઇટ રદ થઇ. અન્ય એરલાઈન્સે અનેક ગણા ભાડા વધારી દીધા અને  સરકારને વિશેષ રાહત પગલા તથા ૧૦ ટકા શેડયૂલ કપાત જેવા નિયમનકારી હસ્તક્ષેપ કરવો પડયો હતો. મુસાફરો લગ્ન પ્રસંગમાં જઈ ન શક્યા. કેટલાયની મહત્વની ધંધાની મિટિંગ રદ થઇ, વિઝા માટેના ઇન્ટરવ્યૂ ખોરવાયા, બીમાર લોકો  સારવાર માટે જઈ ન શક્યા. હજારો મુસાફરોની બેગ અને સમાન એરપોર્ટ પર પડયા રહ્યા. ઈન્ડિગો એરલાઈન્સે મુસાફરોને રિફંડ આપવું પડયું છે.

(5:23 PM IST)