News of Thursday, 25th December 2025
જો તમે પણ સેકેંડ હેન્ડ ફોન ખરીદી રહ્યા છો તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો
એક નાની ભૂલથી પણ થઇ શકે છે જેલની સજા:સેકેંડ હેન્ડ ફોન ખરીદતા પહેલા ફોનની ઓળખ કરવી છે જરૂરી:ફિજિકલ કન્ડિશન પર પણ આપવું જોઈએ ખાસ ધ્યાન:બેટરીની હેલ્થ ખાસ ચેક કરવી જોઈએ

નવી દિલ્હી: નવા સ્માર્ટફોન દરેકને જોઈતા હોય છે, પરંતુ દર વખતે નવો ખરીદવામાં આવે તો એ માટે બેન્ક એકાઉન્ટ ખાલી થઈ શકે છે. આથી આ માટે ઘણા યુઝર્સ સેકન્ડહેન્ડ મોબાઇલ ખરીદે છે. આ માટે હવે રિફર્બિશ્ડ સ્માર્ટફોનનું માર્કેટ પણ ખૂબ જ જોરશોરમાં વધી રહ્યું છે. આથી યુઝર દ્વારા હવે રિફર્બિશ્ડ ફોન ખરીદવામાં આવે છે. જોકે આ મોબાઇલ પણ થોડા મોંઘા હોય છે. આથી એના કરતાં પણ સસ્તા મોબાઇલ ખરીદવા માટે સામાન્ય દુકાનમાંથી અથવા તો અન્ય વ્યક્તિ પાસેથી સીધું ખરીદવાનું પસંદ કરે છે. જોકે આ ખરીદી કરતી વખતે જો એક ભૂલ પર ધ્યાન આપવામાં ન આવ્યું તો થઈ શકે છે જેલની સજા. આ સાથે અન્ય બાબતોનું પણ ધ્યાન રાખવું જોઈએ. સેકન્ડહેન્ડ ખરીદવા માટે કઈ કઈ બાબતો પર ધ્યાન રાખવું એ વિશે જોઈએ. સૌથી પહેલાં તો મોબાઇલની બિલ જોવું. જો બિલ ન હોય તો એ વ્યક્તિ પાસે કેવી રીતે મોબાઇલ આવ્યો અને એ કેમ વેચવા માગે છે એ જોવું. આ વિશે પણ જો કોઈ માહિતી ન મળે તો યુઝરે એનો IMEI નંબર ચેક કરવો. દરેક મોબાઇલનો IMEI અલગ હોય છે. આથી યુઝરે https://ceir.sancharsaathi.gov.in/Device/CeirImeiVerification.jsp પર જઈને IMEI નંબર વિશે માહિતી મેળવવી. આ માહિતી દ્વારા ખબર પડશે કે મોબાઇલ ચોરી કરવામાં આવ્યો છે કે નહીં. એ ખોવાઈ ગયો છે કે નહીં. આ માહિતી ચેક કર્યા બાદ મોબાઇલ ખરીદવો. જો મોબાઇલ ચોરીનો હશે તો યુઝરે એ ખરીદ્યા બાદ એને ચાલુ કર્યો કે તરત પોલીસને ખબર પડશે. ત્યાર બાદ પોલીસ ઘરે આવી જશે અને આ મોબાઇલને કલેક્ટ કરવાની સાથે ખરીદનારને પણ અરેસ્ટ કરી શકે છે.
સરકાર અને ટેલિકોમ રેગ્યુલેટરની ગાઇડલાઇન્સ અનુસાર મોબાઇલને નેટવર્કથી બ્લોક કરી શકાય છે. જો યુઝર દ્વારા આ IMEI ચેક કર્યા વગર ખરીદવામાં આવ્યો તો બની શકે કે સમય જતાં એના નેટવર્ક બ્લોક થઈ જાય. આથી યુઝરના પૈસાનું પાણી થઈ જશે કારણ કે એક વાર નેટવર્ક બ્લોક થયા બાદ એ ફક્ત રમકડું બની જશે.
IMEI ચેક કર્યા બાદ સીધું ફોનની ફિઝિકલ કન્ડીશન પર ધ્યાન આપવું. સ્ક્રીન પર નાના-મોટા સ્ક્રેચ સામાન્ય બાબત છે. જોકે ડિસ્પ્લેમાં શેડો દેખાવો, લાઇન હોવી, ટચ સ્ક્રીન બરાબર ન ચાલવી તેમજ કલર દેખાઈ રહ્યો હોય તો એ ફોન લેવાથી દૂર રહેવું. એક લાઇન હોવી પણ સ્ક્રીન ડેમેજમાં આવે છે અને ભવિષ્યમાં સ્ક્રીનનો ખર્ચ આવવો એ ફિક્સ છે. આથી એ મોબાઇલ લેવાનું ટાળવું. મોબાઇલની બોડી પર ડેન્ટ હોવો તેમજ ફ્રેમ પર નુકસાન હોવું એ દેખાડે છે કે ફોન પડ્યો છે. કેમેરા લેન્સ, સ્પીકર અને ચાર્જિંગ પોઇન્ટને પણ ધ્યાનથી જોવું જરૂરી છે. એનાથી ખબર પડે છે કે મોબાઇલનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવ્યો છે.
આજના જમાનામાં બેટરી હેલ્થ સૌથી મોટી બાબત છે. સેકન્ડહેન્ડ મોબાઇલમાં બધું બરાબર હોય તો પણ બેટરી સૌથી પહેલાં ખરાબ થાય છે. આથી મોબાઈલની બેટરી હેલ્થ કેટલી છે અને એની કેટલી સાઇકલ પૂરી થઈ ચૂકી છે એ ચેક કરવું જરૂરી છે. બેટરી જલદી પૂરી થઈ રહી છે, મોબાઇલ ગરમ થઈ રહ્યો છે અને ધીમે ચાલે છે તો સમજવું કે બેટરીનો ખર્ચો આવી રહ્યો છે. આથી મોબાઇલને ખરીદવા પહેલાં એક દિવસ સારી રીતે ચેક કરવું અને જો યોગ્ય ન લાગે તો ફરી પૈસા મળી શકે એની વાત પહેલીથી કરવી.
હાર્ડવેરની સાથે સોફ્ટવેર પણ જરૂરી છે. એન્ડ્રોઇડ હોય કે એપલ બન્ને મોબાઇલમાં કોઈ પણ એકાઉન્ટ પહેલેથી લોગ ઇન ન હોય એ ચેક કરી લેવું. જો હોય તો એને પહેલાં રીમૂવ કરવા કહેવું. તેમજ લોસ્ટ મોડમાં નથીને એ ચેક કરી લેવું. ફેક્ટરી રીસેટ બાદ પણ જો ઈમેલ માગે તો સમજવું કે ફોન હજી પણ જૂના એકાઉન્ટ સાથે લિંક છે અથવા તો લોસ્ટ મોડમાં છે. આથી ભવિષ્યમાં એ પણ બંધ થઈ શકે છે. તેમજ એને સિક્યોરિટી અપડેટ આગામી થોડા વર્ષ સુધી ચાલશે કે નહીં કારણ કે જો અપડેટ ન આવવાની હોય તો એ સિક્યોરિટીને લઈને ખાસ નથી. આથી એવા મોબાઇલ ખરીદવાનું ટાળવું.
(5:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
