તા. ૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૧ રવિવાર
News of Saturday, 27th December 2025
થાઈલેન્ડ કંબોડીયા વચ્ચે શરૂ થયેલ યુદ્ધ ફરી 20 દિવસે થયું સમાપ્ત
યુદ્ધ વિરામનું એલાન થતા લોકોએ લીધા રાહતના શ્વાસ:બને દેશોએ તાત્કાલિક પ્રભાવથી યુદ્ધ વિરામ લાગુ કરવાના પર સહમતી આપી:સીઝ ફાયર સ્થાનિક સમય પ્રમાણે 27 ડિસેમ્બરના બપોરે 12 વાગ્યા અમલમાં આવશે

નવી દિલ્હી: એશિયામાં બે દેશો થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે સીઝ ફાયર(યુદ્ધ વિરામ)નું એલાન થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. શનિવારે બંને દેશો તાત્કાલિક પ્રભાવથી યુદ્ધ વિરામ લાગુ કરવાના પર સહમતી આપી છે. આ જાણકારી બંને દેશોના રક્ષા મંત્રીઓ તરફથી જાહેર કરાયેલા સંયુક્ત નિવેદનમાં આપવામાં આવી છે. આ સીઝ ફાયર સ્થાનિક સમય પ્રમાણે 27 ડિસેમ્બરના બપોરે 12 વાગ્યા અમલમાં આવશે. કંબોડિયા તરફથી જાહેર કરાયેલા સ્પેશિયલ જનરલ બોર્ડર કમિટીના નિવેદન મુજબ, બંને પક્ષે આ નિર્ણય કર્યો છે કે તાત્કાલિક તમામ પ્રકારના હથિયારના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે. તેમાં નાગરિકો, ધરો, સરકારી ઢાંચાઓ કે સેનાના કોઈ પણ ઠેકાણા પર હવે હુમાલા નહીં કરી શકાય, યુદ્ધ વિરામ તમામ વિસ્તારમાં દરેક સ્થિતિમાં લાગુ રહેશે.
આ સીઝ ફાયર એવા સમયે થયું છે જ્યારે બંને દેશો વચ્ચે બોર્ડર પર ડિસેમ્બરના શરૂઆતથી જ ફરી એક વખત તંગ સ્થિતિ ઊભી થઈ હતી. છેલ્લા 20 દિવસથી થાઈ અને કંબોડિયાઈ સેનાઓ વચ્ચે ભીષણ સંઘર્ષ ચાલી રહ્યો હતો. જેમાં બંને દેશના મળીને લગભગ 101થી પણ વધુ લોકો માર્યા ગયા હતા. જ્યારે બોર્ડર પર સ્થિત પાંચ લાખથી વધુ લોકો ઘર છોડવા મજબૂર થયા હતા. થાઈલેન્ડ અને કંબોડિયાએ સંયુક્ત નિવેદન જાહેર કરતાં કહ્યું છે કે બંને દેશની બોર્ડર પર હાલ જે સૈનિકો તહેનાત છે તે રાખશે પણ તેમાં કોઈ વધારો નહીં કરે, અથવા તો કોઈ સૈન્ય ગતિવિધિને લગતા ફેરફારો નહીં કરે, બંને પક્ષે તરફેણ કરી છે કે હવે સૈન્ય શક્તિમાં વધારો થશે તો સંઘર્ષ વધશે, જે લાંબા સમયગાળાના સમાધાનની કોશિશને નુકસાન પહોંચાડશે. મહત્વનું છે કે હજારો પરિવારો યુદ્ધના કારણે પ્રભાવિત થયા છે તેમણે હાશકારો થયો છે. તેઓ હવે પોતાના ઘરે પરત ફરી શકશે,જે છેલ્લા 20 દિવસથી અપાર તકલીફોનો સામનો કરી રહ્યા હતા.
(5:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
