તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th December 2025
જાપાનના ગુનમાં પ્રાંતમાં મીનાકામી શહેર નજીક બરફના કારણોસર એક્સપ્રેસ વે પર વાહનો એકબીજા સાથે અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો
જોતજોતામાં વાહનોમાં ફાટી નીકળી આગ:એક વૃદ્ધ મહિલાનું મૃત્યુ:અનેક લોકો થયા ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: જાપાનમાં નવા વર્ષની રજાઓ માણવા નીકળેલા લોકો માટે શુક્રવારની રાત કાળમુખી સાબિત થઈ હતી. ગુનમા પ્રાંતના મિનાકામી શહેર પાસે એક એક્સપ્રેસ-વે પર બરફના કારણે વાહનો એકબીજા સાથે ટકરાતા મોટો અકસ્માત સર્જાયો હતો. આ એક્સિડન્ટ એટલો ભયાનક હતો કે જોતજોતામાં વાહનોમાં આગ ફાટી નીકળી હતી, જેમાં એક વૃદ્ધ મહિલાનું મોત થયું છે અને અનેક લોકો ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, પહેલા બે ભારે ટ્રકો વચ્ચે ટક્કરથી થઈ હતી. રસ્તા પર બરફની ચાદર હોવાને કારણે સપાટી અત્યંત લપસણી હતી. અકસ્માતને કારણે આગળ જામ થઈ ગયો હતો, પરંતુ પાછળથી પૂરઝડપે આવી રહેલા વાહનો બરફ પર સમયસર બ્રેક મારી શક્યા નહીં. પરિણામે એક પછી એક એમ કુલ 50થી વધુ વાહનો એકબીજા સાથે ટકરાયા હતા. અકસ્માત બાદ સ્થિતિ ત્યારે વધુ ગંભીર બની જ્યારે વાહનોમાં આગ લાગી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે તેણે એક ડઝનથી વધુ ગાડીઓને પોતાની લપેટમાં લઈ લીધી. ફાયર બ્રિગેડને આ આગ પર કાબૂ મેળવતા આશરે 7 કલાકનો સમય લાગ્યો હતો. અનેક વાહનો બળીને રાખ થઈ ગયા છે.
(5:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
