તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th December 2025
બર્મિગહામની હોટલમાં યોજાશે ન્યૂડ ન્યૂ યર પાર્ટી; કપડાં વગર જશ્ન મનાવશે લોકો!
નવા વર્ષનું અજીબોગરીબ સ્વાગતઃ પ્રકૃતિવાદી સમુદાયના લોકો જેઓ વષાો વિના રહેવાને જ આઝાદી અને કુદરતી જીવનશૈલી માને છે, તેમના માટે આ હોટલે એક ખાસ આયોજન કર્યું છે

બર્મિગહામ તા.૩૦: ડિસેમ્બર મહિનો પૂરો થવા આવ્યો છે અને ક્રિસમસની રોશની પણ હવે ઓછી થઈ રહી છે, પરંતુ બ્રિટનમાં નવા વર્ષની પૂર્વસંધ્યાને લઈને હજુ પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દર વર્ષની જેમ આ વખતે પણ લોકો નવા વર્ષના સ્વાગતની તૈયારીઓમાં વ્યસ્ત છે, પરંતુ કેટલાક લોકો એવા પણ છે જેઓ આ જશ્નને બિલકુલ અલગ રીતે ઉજવવા માંગે છે. સામાન્ય રીતે લોકો આ દિવસે મોંઘા અને નવા કપડાં પહેરીને પાર્ટીમાં જતા હોય છે, પરંતુ બ્રિટનમાં એક એવો સમુદાય પણ છે જે આ જશ્નને બિલકુલ અલગ અને નેચરલ રીતે ઉજવવા માંગે છે. આ જ કારણ છે કે, તેઓએ નવા વર્ષની પૂર્વસંધ્યા માટે એક ખાસ ન્યૂડ ન્યૂ યર પાર્ટીનું આયોજન કર્યું છે, જે આ દિવસોમાં ભારે ચર્ચાનો વિષય બની છે.
બ્રિટનના પ્રકૃતિવાદી એટલે કે નેચરિસ્ટ સમુદાય માટે કપડાં વગર રહેવું એ માત્ર કોઈ પસંદગી નથી, પણ એક આઝાદી છે. આ સમુદાય સાથે જોડાયેલા લોકો માને છે કે કુદરતી સ્વરૂપમાં રહેવું એ શરીર અને મન માટે સ્વાસ્થ્યપ્રદ છે. આ જ કારણ છે કે બર્મિગહામની પ્રખ્યાત ક્લોવર સ્પા એન્ડ હોટલએ આ વર્ષે પણ ન્યૂડ ન્યૂ યર પાર્ટીનું આયોજન કર્યું છે. ડેલી સ્ટારના અહેવાલ મુજબ, આ સાત રૂમ ધરાવતી નાનકડી હોટલ ડિસેમ્બરની શરૂઆતથી જ પ્રકૃતિવાદીઓ માટે ખાસ ઈવેન્ટ્સ યોજી રહી છે. ૩૧મી ડિસેમ્બરની રાત્રે અહીં આવતા મહેમાનો માટે ખાસ કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં મહેમાનો કપડાં વગર નવા વર્ષનું સ્વાગત કરશે.
આ ન્યૂ યર પાર્ટીની શરૂઆત સાંજે ૬ વાગ્યાથી થશે. પહેલા મહેમાનો સ્પાની હૂંફમાં આરામ કરીને સાંજની શરૂઆત કરશે. ત્યારબાદ રાત્રે ૭થી મોડી રાત્રે ૧ વાગ્યા સુધી ડીજે લિયામના ડિસ્કો મ્યુઝિક પર મહેમાનો કપડાં વગર ડાન્સ કરશે. સાથે જ મહેમાનો માટે હોટલમાં લાયસન્સ ધરાવતા ડ્રિક અને શાનદાર ડિનરની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. જોકે, હોટલ તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, આ ઈવેન્ટ સંપૂર્ણપણે સામાજિક અને સુરક્ષિત છે. અહીં કોઈપણ પ્રકારની જાતીય પ્રવૃત્તિની પરવાનગી નથી અને વાતાવરણ સંપૂર્ણપણે ફ્રેન્ડલી રાખવામાં આવે છે.
હોટલના માલિક ટિમ હિગ્સે જણાવ્યું કે, મર્યાદિત જગ્યા હોવાને કારણે એડવાન્સ બુકિગ ફરજિયાત છે. મહેમાનોએ તેમના સ્પા ડે બુકિગની સાથે ૧૫ પાઉન્ડ (આશરે ૧,૬૦૦)નો પાર્ટી સરચાર્જ ચૂકવવો પડશે. આ ઈવેન્ટ માત્ર ૧૮ વર્ષથી ઉપરના વયસ્કો માટે જ છે અને અહીં શિસ્તનું પાલન કરવું અનિવાર્ય છે. ઘણા લોકોને આ સાંભળીને આヘર્ય થઈ શકે છે, પરંતુ હોટલ મેનેજમેન્ટે સ્પષ્ટ કર્યું છે કે, આ કોઈ અશ્લીલ ઈવેન્ટ નથી. ટિમ હિગ્સના જણાવ્યા મુજબ, અહીં લોકો માત્ર સંગીત, વાર્તાલાપ અને નવા મિત્રો બનાવવા માટે આવે છે. આ એક લાઈફસ્ટાઈલ ચોઈસ છે. કોઈ પણ પ્રકારની જાતીય પ્રવૃત્તિની અહીં મનાઈ છે અને વાતાવરણ સંપૂર્ણપણે સુરક્ષિત અને ફ્રેન્ડલી રાખવામાં આવે છે.
(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
