તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 31st December 2025
એકલતા અને સ્ટ્રેસ ઘટાડવા માટે ચીનમાં વૃક્ષને ભેટવાનો ટ્રેન્ડ
ચીનમાં કોરોના પછી અનેક યુવાનોએ ફોરેસ્ટ થેરપીનો સહારો લીધો

બીજિંગ,તા.૩૧: ચીનની રાજધાની બીજિગમાં ફરી એક વાર એક અનોખો ટ્રેન્ડ આકાર લઈ રહ્યો છે. ખાસ કરીને યંગ એજના લોકો પાર્કમાં જઈને વૃક્ષોને ભેટે છે. રોડ પર કે ઈવન પોશ એરિયામાં જઈને વૃક્ષને ભેટીને ઊભા રહે છે. યંગ પેઢી હવે એકલતા અનુભવવા માંડી છે અને તેઓ સતત સ્ટ્રેસ અને ઍન્ગ્ઝાયટીમાં રહે છે. યુવાનો એનાથી છુટકારો પામવા માટે વૃક્ષને ભેટે છે. એની છાલને સ્પર્શે છે અને કાન દઈને વૃક્ષની અંદરના અવાજને સાંભળવાની કોશિશ કરે છે અને મનને શાંત કરે છે. ચીનમાં કોરોના પછી અનેક યુવાનોએ ફોરેસ્ટ થેરપીનો સહારો લીધો હતો. સ્ટ્રેસમાં હોય એવા લોકો વૃક્ષો સાથે વાતો કરતા અને તેમને ખૂબ સારું લાગતું. ફોરેસ્ટ થેરપી લેનારા લોકોમાં મહિલાઓ કરતાં પુરુષોની સંખ્યા ખૂબ વધારે હતી. હવે નવા કારણસર યુવાનો જંગલમાં જવાને બદલે શહેરોમાં પાર્ક, રોડના કિનારે આવેલાં વૃક્ષો સાથે ભેટી લે છે અને વૃક્ષ સાથે વાતો કરે છે. તનાવપૂર્ણ સંબંધોમાંથી બહાર આવવા મથતા લોકો માટે આ રીત બહુ કારગત નીવડી શકે છે એવું સાઇકોલોજિસ્ટોનું કહેવું છે.(૪૦.૬)
(10:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
