News of Tuesday, 6th January 2026
ઓએમજી.....પ્રેમી સાથે લગ્ન કરવા માટે મહિલા વિઝા વગર જ પહોંચી ગઈ પાકિસ્તાન
પંજાબની 48 વર્ષીય મહિલાને ભારત પાછા મોકલવાની પ્રક્રિયા પાકિસ્તાને છેલ્લી ઘડીએ અટકાવી દીધી:પાકિસ્તાનમાં આ મહિલા પ્રેમી સાથે ગેરકાયદે રહેતી હોવાની ઘટના સામે આવી હતી

નવી દિલ્હી: પાકિસ્તાને પંજાબની 48 વર્ષીય શીખ મહિલા સરબજીત કૌરને ભારત પાછા મોકલવાની પ્રક્રિયા છેલ્લી ઘડીએ અટકાવી દીધી છે. સરબજીત કૌર પાકિસ્તાનમાં તેના પ્રેમી સાથે લગ્ન કર્યા પછી ગેરકાયદેસર રીતે રહેતી હોવાનો મામલો સામે આવ્યો હતો. જોકે તેને ડિપોર્ટ કરવા માટેની તમામ તૈયારીઓ પૂરી થઈ ગઈ હોવા છતાં તેને પાકિસ્તાનમાં જ રોકી દેવામાં આવી છે. 4 નવેમ્બરે પાકિસ્તાન પહોંચ્યા પછી સરબજીત ગાયબ થઈ હતી સરબજીત કૌર ભારતીય શીખ શ્રદ્ધાળુઓના એક મોટા સમૂહ સાથે 4 નવેમ્બર, 2025ના રોજ પાકિસ્તાન ગઈ હતી. તે બાબા ગુરુ નાનક દેવજીની 556મી જન્મજયંતિની ઉજવણીમાં ભાગ લેવા નનકાના સાહિબ પહોંચી હતી. પરંતુ જ્યારે આ સમૂહ તીર્થયાત્રા પૂરી કરીને ભારત પરત ફર્યો ત્યારે સરબજીત સાથે નહોતી. તે પાકિસ્તાનમાં જ ક્યાંક ગુમ થઈ ગઈ હતી.
બીજા જ દિવસે એટલે કે 5 નવેમ્બર, 2025ના રોજ સરબજીતે ઇસ્લામ અંગીકાર કર્યો અને તેના પ્રેમી નાસિર હુસૈન(જે પાકિસ્તાની નાગરિક છે) સાથે નિકાહ કરી લીધા. લગ્ન પછી તેણે પોતાનું નામ બદલીને 'નૂર હુસૈન' રાખ્યું હતું. આ બંને ઘણા દિવસો સુધી છુપાયેલા રહ્યા હતા.
આ દરમિયાન, પાકિસ્તાન શીખ ગુરુદ્વારા પ્રબંધક કમિટીના પૂર્વ ચેરમેન સરદાર મોહિન્દરપાલ સિંહે લાહોર હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં જણાવાયું હતું કે સરબજીત કૌરના વિઝા નવેમ્બર 2025માં જ પૂરા થઈ ગયા હતા, તેથી તે પાકિસ્તાનમાં ગેરકાયદેસર રીતે રહી રહી છે. પાકિસ્તાની કોર્ટે રિપોર્ટ માંગ્યો સરદાર મોહિન્દરપાલ સિંહની અરજીમાં 'ફોરેનર્સ એક્ટ 1946' અને 'ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી'(FIA)ના નિયમો હેઠળ સરબજીત કૌરને ભારત ડિપોર્ટ કરવાની માંગ કરવામાં આવી હતી. કોર્ટે આ મામલે કેબિનેટ ડિવિઝન, પોલીસ ચીફ અને અન્ય અધિકારીઓ પાસે રિપોર્ટ માંગ્યો છે.
(5:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
