તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 12th January 2026
વધુ તાકાતવાન બનવા માટે ટીનેજર પોતાનું જ લોહી પીવા માંડયોઃ હોસ્પિટલમાં દાખલ કરવો પડયો
માણસનું પેટ માણસનું લોહી પચાવવા માટે સક્ષમ નથી

મોસ્કો,તા.૧૨: રશિયાની રાજધાની મોસ્કોમાં ૧૭ વર્ષનો એક છોકરો હેલ્ધી અને તાકાતવાન બનવા માટે પોતાનું જ લોહી પીવાના રવાડે ચડી ગયો હતો. તેને કોઈકે કહેલું કે લોહીમાં ખૂબ તાકાત હોય છે. એ પીવાથી શરીરમાં આયર્ન-લેવલ વધે છે અને શરીર ખડતલ અને લોખંડી બને છે. ટીનેજરે આ વાત માની લઈને પોતાનું લોહી પીવાનો અખતરો કર્યો. તેણે મેડિકલ સિરિન્જથી પોતાનું લોહી કાઢીને એને જ પીવાનું શરૂ કર્યું. જોકે લોહી પીવાને કારણે થોડા જ દિવસમાં તેની તબિયત ખરાબ થઈ ગઈ. તેને ખૂબ તાવ ચડ્યો અને લોહીની ઊલટીઓ થવા લાગી. પરિવારજનોએ તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. ડોક્ટરનું કહેવું છે કે માણસનું પેટ માણસનું લોહી પચાવવા માટે સક્ષમ નથી. એમાં ખૂબ ઊંચી માત્રામાં આયર્ન હોય છે જે આંતરિક અવયવો માટે નુકસાનકારક છે.
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
