હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઈરાન સાથે કોઈ પણ પ્રકારનો વેપાર કરતા દેશો પર અમેરિકાના પ્રમુખે 25 ટકા ટેરિફ લગાવવાની વાત કરી
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્ર્મપે કરી આ જાહેરાત:આ વાતથી ઈરાન પર આર્થિક દબાણ વધી શકે છે

નવી દિલ્હી: ઈરાનમાં સરકાર વિરુદ્ધ ઉગ્ર આંદોલન થઈ રહ્યા છે. એવામાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને મોટો ઝટકો આપ્યો છે. ટ્રમ્પે જાહેરાત કરી છે કે ઈરાન સાથે કોઈ પણ પ્રકારનો વેપાર કરતાં દેશો પર અમેરિકામાં 25 ટકા ટેરિફ લગાવવામાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર આ અંગે જાહેરાત કરી. જે બાદ હવે ઈરાન પર આર્થિક દબાણ હજુ વધશે. પહેલેથી જ ઈરાનની અર્થવ્યવસ્થા નબળી અવસ્થામાં છે. ટ્રમ્પે કહ્યું છે કે ટેરિફનો આ નિયમ તાત્કાલિક જ લાગુ થશે. ટ્રમ્પે કહ્યું છે કે, ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન સાથે બિઝનેસ કરતાં દેશો પર અમેરિકા સાથે થતાં તમામ બિઝનેસ પર 25 ટકા ટેરિફ લાગશે. APના અહેવાલ અનુસાર હાલ ઈરાન સાથે ચીન, બ્રાઝિલ અને રશિયાના વેપારના સંબંધો છે. એવામાં આ દેશો પર ટ્રમ્પના નિર્ણયની અસર પડશે.
નોંધનીય છે કે ઈરાનમાં નબળી અર્થવ્યવસ્થા મુદ્દે ઉગ્ર આંદોલન શરૂ થયા હતા. જે બાદ હવે લોકો સરકારને જ ઉખાડી ફેંકવાની માંગ કરી રહ્યા છે. ઈરાનના સુપ્રીમ લીડરને પદથી હટાવી દેવાની માંગ થઈ રહી છે. એવામાં અમેરિકાએ ઈરાનના આંદોલનને ખુલ્લુ સમર્થન આપ્યું છે. છેલ્લા 1 મહિનામાં અમેરિકાએ વારંવાર ઈરાન પર હુમલો કરવાની સીધી ધમકી પણ આપી છે. આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલોનો દાવો છે કે ઈરાનના આંદોલનોમાં 600થી વધુ લોકોના મોત થયા છે જ્યારે 10 હજારથી વધુની ધરપકડ કરી લેવાઈ છે. બીજી તરફ ઈરાનની સરકાર દેખાવો કરી રહેલા લોકોને આતંકવાદી ગણાવી રહી છે. ઈરાનની સરકારનો દાવો છે કે દેશમાં થઈ રહેલા આંદોલન પાછળ વિદેશી શક્તિઑનો હાથ છે. જો અમેરિકા ઈરાન પર હુમલો કરશે તો અમેરિકાના સૈન્ય ઠેકાણા પર હુમલા કરી જવાબ આપવામાં આવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
