<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th January 2026

વિશ્વના નકશા પર એક નવું લશ્કરી સમીકરણ આકાર લઇ રહ્યું હોવાની માહિતી


સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે થયેલા સંરક્ષણ કરારમાં હવે તૂર્કિયે સામેલ થવાની તૈયારીમાં છે:ભારત માટે બની શકે છે ચિંતાનો વિષય
નવી દિલ્હી: વિશ્વના નકશા પર એક નવું લશ્કરી સમીકરણ આકાર લઈ રહ્યું છે, જેને સંરક્ષણ નિષ્ણાતો 'ઇસ્લામિક નાટો' તરીકે ઓળખાવી રહ્યા છે. સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે થયેલા સંરક્ષણ કરારમાં હવે તૂર્કિયે સામેલ થવાની તૈયારીમાં છે. આ જોડાણ ભારત માટે ચિંતાનો વિષય બની શકે છે, કારણ કે તેમાં સામેલ ત્રણેય રાષ્ટ્રો પોતપોતાની શક્તિઓનું પ્રદર્શન કરી એક મજબૂત સૈન્ય બ્લોક બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે. અહેવાલો અનુસાર, સપ્ટેમ્બર 2025માં સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે થયેલા કરારમાં નાટોના 'અનુચ્છેદ 5' જેવી જ જોગવાઈ રાખવામાં આવી છે. જે મુજબ, જો કોઈ પણ એક સભ્ય દેશ પર હુમલો થશે, તો તેને આખા જૂથ પરનો હુમલો ગણવામાં આવશે અને ત્રણેય દેશો સાથે મળીને તેનો જવાબ આપશે. હવે તૂર્કિયે આ કરારમાં સત્તાવાર રીતે જોડાવા માટે વાટાઘાટો કરી રહ્યું છે.
આ સંભવિત બ્લોકમાં ત્રણેય દેશોની જવાબદારીઓ સ્પષ્ટ દેખાઈ રહી છે. આ જોડાણનું 'બેન્કર' બનશે. સાઉદીનું અઢળક નાણું આધુનિક હથિયારો અને સૈન્ય અભિયાનો માટે ફન્ડિંગ પૂરું પાડશે. પરમાણુ શક્તિ સંપન્ન દેશ હોવાથી તે 'ન્યૂક્લિયર વેપન', બેલિસ્ટિક મિસાઇલો અને માનવબળ (સૈનિકો) પૂરા પાડશે. તેની અદ્યતન 'ડ્રોન ટેકનોલોજી', ફાઇટર જેટ પ્રોગ્રામ (કાન) અને યુદ્ધ જહાજો બનાવવાની ક્ષમતા દ્વારા ટેકનિકલ સપોર્ટ આપશે. તાજેતરમાં જ અંકારામાં ત્રણેય દેશોના નૌકાદળના વડાઓ વચ્ચે પ્રથમ બેઠક યોજાઈ હતી. તૂર્કિયે પહેલાથી જ પાકિસ્તાનના F-16 જેટ્સને અપગ્રેડ કરી રહ્યું છે અને તેમના માટે યુદ્ધ જહાજો બનાવી રહ્યું છે. આ સહયોગ હવે માત્ર દ્વિપક્ષીય ન રહેતા ત્રિપક્ષીય લશ્કરી વ્યૂહરચનામાં ફેરવાઈ રહ્યો છે.

 

(12:21 PM IST)