તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧ સોમવાર
News of Wednesday, 14th January 2026
રશિયાએ યુક્રેન પર કરેલ હુમલામાં અનેક વિસ્તારોમાં વિનાશની સ્થિતિ સર્જાઈ

સરહદ નજીક ખારકીવ શહેરમાં થયેલ હુમલામાં ચાર લોકોના મોત:ઔધોગિક શહેરોમાં ગેસ પાઈપલાઈન અને રહેણાંક મકાનોને થયું મોટું નુકશાન:વીજ પુરવઠો ખોરવાઈ જતા લોકોની હાલત બની કફોડી:લોકો માઇનસ 13 ડિગ્રીમાં હીટર વગર રહેવા મજબુર બન્યા
નવી દિલ્હી: રશિયાએ નવા વર્ષની શરૂઆતમાં જ યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી મોટો મિસાઇલ અને ડ્રોન હુમલો કર્યો છે. રશિયાએ કરેલા હુમલામાં અત્યાર સુધી ચારેક લોકોએ જીવ ગુમાવ્યાના અહેવાલ છે. આ હુમલાને કારણે અનેક શહેરોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. આ કારણસર કડકડતી ઠંડીમાં હીટિંગ (ગરમી)ની સુવિધા બંધ થઈ જતા લાખો લાખો લોકો નાગરિકોની હાલત કફોડી બની ગઈ છે. આ દરમિયાન લાખો લોકો અંધારપટમાં જીવવા મજબૂર છે, જેમના પર સતત મોતનો ભય ઝળુંબી રહ્યો છે. આ હુમલા પછી યુક્રેન એરફોર્સે 247 ડ્રોન અને 7 મિસાઈલ તોડી પાડી હોવાનો દાવો કર્યો છે. જો કે, આ હુમલામાં 24 સ્થળને ભારે નુકસાન પણ થયું છે. યુક્રેનના એનર્જી ડિપાર્ટમેન્ટના જણાવ્યાનુસાર, યુક્રેનની રાજધાની કીવ સહિત ખાર્કિવ, ઓડેસા અને ડોનેત્સ્ક જેવા વિસ્તારોમાં ઇમરજન્સી પાવર કટ લાગુ કરાયો છે. કીવમાં તાપમાન માઈનસ 13 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે, જેના કારણે વીજળી વગર રહેવું લોકો માટે અત્યંત મુશ્કેલ બન્યું છે.
રશિયાના અચાનક હુમલા પછી યુક્રેનના અનેક વિસ્તારોમાં વિનાશની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને સરહદ નજીક ખાર્કિવ શહેરમાં પોસ્ટલ ટર્મિનલ પર થયેલા હુમલામાં 4 લોકોના મોત થયા છે, જ્યારે 30થી વધુને ઈજા થયાના અહેવાલ છે. દક્ષિણના બંદર શહેર ઓડેસામાં એક ફિટનેસ સેન્ટર અને શૈક્ષણિક સંસ્થા પર થયેલા હુમલામાં 5 લોકોને ઈજા થઈ છે. તો મધ્ય યુક્રેનના ક્રિવી રીહ નામના ઔદ્યોગિક શહેરમાં ગેસ પાઈપલાઈન અને રહેણાક મકાનોને નુકસાન થયું છે.
આંતરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાતોનનું કહેવું છે કે, પશ્ચિમી દેશો યુક્રેનને મદદ કરતા હોવાથી રશિયન પ્રમુખ વ્લાતિમીર પુતિન અત્યંત ગુસ્સે છે. યુક્રેન પર હુમલો એ તમામ દેશોને જવાબ છે, જે યુક્રેનને મદદ કરી રહ્યા છે અથવા રશિયા વિરોધી છે. જેમ કે, બ્રિટન યુક્રેન માટે ખાસ 'નાઈટફોલ' (Nightfall) મિસાઈલો વિકસાવી રહ્યું છે, જે યુક્રેનની રક્ષણાત્મક શક્તિમાં વધારો કરશે. આ સ્થિતિમાં પુતિન હુમલો કરીને બ્રિટન સહિતના દેશોને પણ જવાબ આપી રહ્યા છે. હાલ પણ પૂર્વ યુક્રેનના ડોનેત્સ્ક ક્ષેત્રમાં રશિયન સૈનિકો ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધી રહ્યા છે, જ્યાં લોહિયાળ જંગ ચાલી રહ્યો છે. રશિયા અને યુક્રેન વચ્ચેનું આ યુદ્ધ હવે એક ભયાનક સીમાચિહ્ન પર પહોંચ્યું છે. રાજદ્વારી પ્રયાસો છતાં શાંતિની કોઈ આશા દેખાતી નથી.
(12:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
