હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દુનિયાનું એક માત્ર એવું ગામ છે, જ્યાં દિવસમાં બે વાર ઊગે છે સૂરજ
ઘણા ટૂરિસ્ટ આ ખાસ નજારાને જોવા માટે આવે છે આ અનોખી ઘટના ભૂગોળ, મૌસમ અને સમયથી બને છે, જે અમુક ક્ષણને ખાસ બનાવી દે છે

લંડન તા.૨૧: જો અમે આપને કહીએ કે દુનિયામાં એક એવું ગામ છે, જ્યાં દિવસમાં બે વાર સૂરજ ઊગે છે, તો કદાચ તમે અમારી વાત પર વિશ્વાસ નહીં કરો, પણ સાચું છે. આજે અમે આપને દુનિયાના એ ગામ વિશે વાત કરવાના છીએ, જ્યાં દિવસમાં બે વાર સૂરજ નીકળે છે. ત્યાંના લોકો વર્ષના અમુક સમયે આ અદ્ભૂત નજારાનો અનુભવ કરે છે. ઘણા ટૂરિસ્ટ આ ખાસ નજારાને જોવા માટે આવે છે. તો શું તમે કહી શકો છો કે આ ગામ દુનિયાના કયા દેશમાં આવેલું છે?
દુનિયામાં અમુક જગ્યા આવી અનોખા અને ચોંકાવનારા અનુભવ આપે છે, જે લગભગ જાદુઈ લાગે છે. કલ્પના કરો કે આપ એક એવી પ્રાકૃતિક ઘટના જોઈ રહ્યા છો, જો ધરતી પર ખૂબ જ ઓછી જગ્યા પર થાય છે અને જે યાત્રીઓ, ફોટોગ્રાફરો અને પ્રકૃતિ પ્રેમીઓને પોતાના તરફ ખેંચે છે. આ અનોખી ઘટના ભૂગોળ, મૌસમ અને સમયથી બને છે, જે અમુક ક્ષણને ખાસ બનાવી દે છે.
હકીકતમાં જોઈએ તો, દુનિયાના જે ગામમાં દિવસમાં બે વાર સૂરજ ઊગે છે, તેનું નામ રિમેટિયા છે, જે રોમાનિયા દેશમાં આવેલું છે. અહીં સૂરજ અસલમાં એક દિવસમાં બે વાર ઊગે છે. આ કોઈ મિથક અથવા કહાની નથી પણ આ એક અસલી પ્રાકૃતિક ઘટના છે, જે ગામના અનોખા લેન્ડસ્કેપ અને તેની ચારે તરફ પહાડોની સ્થિતિના કારણે થાય છે.
રિમેટિયા રોમાનિયાના ટ્રાંસિલ્વેનિયા વિસ્તારમાં આવેલું છે. આ ગામ ઊંચા ચૂનાના પહાડોથી ઘેરાયેલું છે, જેનાથી તેને એક સાંકળી ઘાટી જેવો લેન્ડસ્કેપ મળે છે. નજીકના મુખ્ય પહાડોમાંથી એક પિયાત્રા સેક્યૂલુઈ છે, જે આ અસામાન્ય સૂર્યોદય પ્રભાવમાં એક મુખ્ય ભૂમિકા નિભાવે છે.
હવે સવાલ એ થાય છે કે આખરે રિમેટિયામાં સૂરજ બે વાર કેમ ઊગે છે. હકીકતમાં અજીબ પણ સુંદર ઘટના મોટા ભાગે ગરમીના મહિનામાં જોવા મળે છે. ખાસ કરીને જૂલાઈમાં થાય છે. તેનું કારણ એ છે કે રિમેટિયા એક ઊંચા ચૂના પથ્થરના પહાડીની નીચે આવેલું છે. સવારે, સૂરજ ક્ષિતિજની ઉપર ઉગે છે, પણ ખૂબ જ ઓછા સમય માટે. જેમ જેમ સૂરજ આગળ વધે છે, તે પિયાત્રા સેક્યૂલુઈની ચોટીની પાછળ છુપાઈ જાય છે. થોડી મિનિટો બાદ સૂરજ ફરી દેખાવા લાગે છે. જેનાથી એવું લાગે છે કે સૂરજ ફરી વાર ઊગી રહ્યો છે. આવું એટલા માટે થાય છે કેમ કે પહાડ અસ્થાયી રીતે સૂરજની રોશનીને રોકી દે છે, ભલે સૂરજ પહેલાથી ક્ષિતિજથી ઉપર હોય. વૈજ્ઞાનિકો આ પ્રભાવને ટોપોગ્રાફિક અડચણ કહે છે.
રિમેટિયા ખાલી બેવડા સૂર્યોદય માટે જ ફેમસ નથી, આ એક સમૃદ્ધ ઈતિહાસવાળું એક સારી રીતે સંરક્ષિત પરંપરાગત ગામડું પણ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
