<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

ગ્રીનલેન્ડ મુદ્દે જર્મનીનો મોટો નિર્ણય: અમેરિકા-યુરોપની પરવા વગર વિશાળ સેનાની તૈયારી કરી

ગ્રીનલેન્ડ વિવાદમાં લાખો સૈનિકોની સેના બનાવવાની યોજના:વિશ્વ રાજકારણમાં ખળભળાટ

નવી દિલ્હી: વૈશ્વિક રાજનીતિમાં વર્ષ 2026ની શરૂઆતથી જ મોટા ફેરફારોના સંકેત મળવા લાગ્યા છે. એક તરફ યુક્રેન-રશિયા યુદ્ધ સમાપ્ત થવાની કોઈ શક્યતા જણાતી નથી, તો બીજી તરફ ગ્રીનલેન્ડને મુદ્દે અમેરિકા અને યુરોપ વચ્ચે ઐતિહાસિક તણાવ સર્જાયો છે. તાજેતરમાં જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ દ્વારા કરાયેલી એક જાહેરાતે નાટો (NATO)નું સમીકરણ જ બદલી નાખ્યુ છે. જર્મનીએ યુરોપની સૌથી મજબૂત પરંપરાગત સેના(કન્વેન્શનલ આર્મી) ઊભી કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. જર્મની આટલું આક્રમક શા માટે બની રહ્યું છે? ગ્રીનલેન્ડના વિવાદ સાથે આનો શું સંબંધ છે? ચાલો સમજીએ. જર્મનીમાં હવે 18 વર્ષથી મોટી વયના યુવાનોએ લશ્કરી સેવા માટેના શારીરિક ફિટનેસ સંબંધિત પ્રશ્નોના જવાબ ફરજિયાત ભરવા પડે છે. આ પગલું તાજેતરમાં પસાર થયેલા નવા કાયદા હેઠળ લેવામાં આવ્યું છે. હાલમાં ભરતી સ્વૈચ્છિક છે, પણ જો જરૂર પડી તો સરકારને ફરજિયાત ભરતી શરૂ કરવાનો અધિકાર છે. જર્મનીનું લક્ષ્ય સ્પષ્ટ છે: બીજા વિશ્વયુદ્ધ પછી પહેલીવાર યુરોપની સૌથી શક્તિશાળી પરંપરાગત સેના ઊભી કરવી.
નવેમ્બર, 2025 સુધીમાં જર્મનીના સક્રિય સૈનિકોની સંખ્યા 1,84,000 સુધી પહોંચી ગઈ છે. ચાન્સેલર મેર્ઝે સંસદમાં જાહેર કર્યું હતું કે, જર્મન સશસ્ત્ર દળો(બુન્ડેસવેહર) યુરોપની સૌથી મજબૂત પરંપરાગત સેના બનાવવા જઈ રહ્યાં છે. 1990ના દાયકા પછીનું જર્મનીનું આ સૌથી મોટું લશ્કરી વિસ્તરણ છે. જર્મનીનું લક્ષ્ય 2035 સુધીમાં પોતાની સક્રિય સૈન્ય સંખ્યા 2,60,000 અને અનામત (રિઝર્વ) સૈનિકોની સંખ્યા 2,00,000 સુધી વધારવાનું છે.
જર્મન સરકારે લશ્કર મજબૂત કરવા માટે મોટી રકમની મંજૂરી આપી દીધી છે. લગભગ 60 અબજ ડોલર(લગભગ રૂ. 5400 અબજ)ના નવા લશ્કરી સાધનો મંજૂર થઈ ચૂક્યા છે. આ વર્ષે સંરક્ષણ ખર્ચ જર્મનીના GDPના 2.5%(લગભગ 108 અબજ યુરો – રૂ. 11550 અબજ) જેટલું છે. 2030 સુધીમાં તેને 3.5% સુધી લઈ જવાનું લક્ષ્ય છે.

 

(5:41 PM IST)