<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

બ્રિટનમાં ડોગીની પોટી ઉઠાવવાનું કામ કરીને વર્ષે ૩૦ લાખ રૂપિયાની કમાણી કરી લે છે આ ભાઈ

૩૯ વર્ષના કાઇલ ન્‍યુબી નામના ભાઈએ ‘પેટ પૂ પિક' નામની સર્વિસ શરૂ કરી છે

લંડન,તા.૨૨: કોઈ પણ કામ નાનું નથી, જો તમે એને સારી રીતે કરીને એમાંથી કઈ રીતે પૈસા કમાવા એ જાણતા હો તો. બ્રિટનમાં ૩૯ વર્ષના કાઇલ ન્‍યુબી નામના ભાઈએ ‘પેટ પૂ પિક' નામની સર્વિસ શરૂ કરી છે. આ સર્વિસમાં તેમણે કોઈનું કૂતરું ગમે ત્‍યાં પોટી કરી ગયું હોય એ ઉઠાવીને સાફ કરવાનું હોય છે. જોકે આ કામ વધારાની કમાણી માટે બહુ સારું છે એવું તેમનું કહેવું છે. કાઇલનું કહેવું છે કે વધારાના ફાજલ સમયમાં મેં આ સર્વિસ આપવાનું શરૂ કરીને વર્ષે ૩૨,૦૦૦ ડોલર એટલે કે લગભગ ૩૦ લાખ રૂપિયાની કમાણી કરી છે. અમેરિકામાં કૂતરાઓની ગંદકી ઉઠાવવાનું તેમના માલિકોને ગમતું હોય છે, પણ બ્રિટનમાં એવું નથી. કાઇલે પેટ પૂ પિક નામની સર્વિસ શરૂ કરીને ૩૫ ગ્રાહકોનો સમૂહ બનાવ્‍યો છે. વીકમાં બે વાર તે કૂતરાની પોટી ઉઠાવવાની સર્વિસ આપે છે. એ માટે પ્રતિ વિઝિટ ૨૦ ડોલર મળે છે. પાર્ટટાઇમમાં આ કામ કરવાથી વધારાના પૈસા પણ રળી શકાય છે

(10:02 AM IST)