News of Thursday, 22nd January 2026
બ્રેસ્ટને કારણે મને યુએસ O-1B વિઝા મળ્યાઃ ઈન્ફલુએન્સરનું નિવેદન ચર્ચામાં
ડિજિટલ યુગમાં પ્રતિભાની વ્યાખ્યા બદલાઈ રહી છે અને હવે ઈન્ફલુએન્સર અને કોન્ટેન્ટ ક્રિએટર પણ આ શ્રેણીમાં સ્થાન બનાવી રહ્યા છે

ન્યુયોર્ક,તા.૨૨: ડિજિટલ યુગમાં ટેલેન્ટની વ્યાખ્યા ઝડપથી બદલાઈ રહી છે. જે ઓળખ એક સમયે સ્ટેજ, સ્ટુડિયો અથવા રમતથી મળતી હતી. તે હવે સોશિયલ મીડિયા, વ્યૂઝ અને ફોલોઅર્સમાં જોવા મળે છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કેનેડિયન સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સર જુલિયા એન.એ પોતાના ઓનલાઈન કોન્ટેન્ટ અને ડિજિટલ લોકપ્રિયતાના આધારે યુએસ ઓ-૧બી વિઝા મેળવ્યા છે. જુલિયાએ પોતાની પોસ્ટમાં સમજાવ્યું કે ઙ્કમારા બ્રેસ્ટે મને યુએસ ઓ-૧બી વિઝા અપાવ્યા.' આ કિસ્સો ફક્ત સોશિયલ મીડિયાની તાકાત જ નહીં પરંતુ યુએસ ઇમિગ્રેશન સિસ્ટમના બદલાતા ચહેરાને પણ પ્રકાશિત કરે છે.
જુલિયાએ પોતે સ્વીકાર્યું હતું કે આ વિડીયો યુએસ સરકારને મોકલવામાં આવ્યા હતા. ખાનગી મીડિયા સાથેની વાતચીતમાં તેણીએ મજાકમાં કહ્યું, કદાચ મારી એકમાત્ર પ્રતિભા મારા બ્રેસ્ટ છે. તેની એપ્લિકેશન સ્વીકારવામાં આવી હતી અને તે ૨૦૨૪માં O-1B વિઝા મેળવનારા લગભગ ૨૦,૦૦૦ લોકોમાંની એક બની હતી.
0-1B વિઝાને યુનાઇટેડ સ્ટેટ્સમાં ખૂબ જ વિશિષ્ટ વિઝા માનવામાં આવે છે. તેની શરૂઆત ૧૯૭૨માં થઈ હતી, જ્યારે તેનો ઉપયોગ ફેમસ સિગર જોન લેનનને યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેવાની મંજૂરી આપવા માટે કરવામાં આવ્યો હતો. પાછળથી, ૧૯૯૦માં, તેને કલાના ક્ષેત્રમાં અસાધારણ ક્ષમતા ધરાવતા વિદેશી નાગરિકો માટે સત્તાવાર રીતે લાગુ કરવામાં આવ્યો હતો. છેલ્લા દસ વર્ષોમાં આ વિઝા મેળવનારાઓની પ્રોફાઇલમાં નોંધપાત્ર ફેરફાર થયો છે. પહેલા મુખ્ય કલાકારો, ગાયકો અને સાંસ્કૃતિક હસ્તીઓએ તેના માટે અરજી કરતા હતા, ત્યારે હવે OnlyFans જેવા પ્લેટફોર્મ પર સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સર્સ, ઈ-સ્પોર્ટ્સ ખેલાડીઓ અને કોન્ટેન્ટ ક્રિએટરની સંખ્યા ઝડપથી વધી છે.
(10:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
