<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

ગૂગલ હવે સર્ચ અનુભવને બનાવશે વધુ સરળ

હવે યુસર્સ સીધા એઆઈ દ્વારા બનાવેલા જ્વાબમાંથી આગળના પ્રશ્નો પણ પૂછી શકશે:મુશ્કેલ પ્રશ્નો માટે આ ફીચર ખુબજ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે

નવી દિલ્હી: ગૂગલ હવે સર્ચ અનુભવને વધુ સરળ અને વાતચીત જેવું બનાવવાની કોશિશ કરી રહ્યું છે. કંપનીએ જાહેરાત કરી છે કે હવે યુઝર્સ સીધા AI Overviews એટલે કે સર્ચ રિઝલ્ટમાં ઉપર દેખાતા AI દ્વારા બનાવેલા જવાબમાંથી આગળના પ્રશ્નો પૂછી શકે છે. આ નવી સુવિધા દ્વારા યુઝર્સ ગૂગલના AI Mode સાથે આગળ-પાછળની વાતચીત કરી શકશે. ખાસ કરીને મુશ્કેલ પ્રશ્નો માટે આ ફીચર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. ગૂગલે જણાવ્યું છે કે આ અપડેટથી યુઝર્સને “સર્ચ પરિણામોના પેજ પર જ શ્રેષ્ઠ AI જવાબ” આપવામાં આવશે. આ પગલું ગૂગલની મોટી યોજનાનો એક ભાગ છે, જે સર્ચને વધુ ઇન્ટરેક્ટિવ અને ચોક્કસ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે.

ગૂગલના પ્રોડક્ટ VP Robby Stein જણાવે છે કે લોકો સર્ચનો ઉપયોગ વિવિધ પ્રકારના પ્રશ્નો માટે કરે છે. સરળ પ્રશ્નો જેમ કે રમતના સ્કોર અથવા હવામાનથી લઈને જટિલ કામો સુધી AIનો ઉપયોગ કરવામાં આવે છે. આ વિશે રોબી કહે છે, “યુઝર સરળતાથી ખૂબ જ મહત્વપૂર્ણ વાતચીત આધારિત AI અનુભવનો લાભ લઈ શકે એ ગૂગલનું વિઝન છે.” ગૂગલના ટેસ્ટમાં જાણવા મળ્યું છે કે યુઝર્સને વાતચીત જેવું સર્ચ કરવાનો અનુભવ વધુ ગમે છે. કંપનીને એ પણ જાણવા મળ્યું કે AI Overviewsમાંથી આગળના પ્રશ્નો પૂછવાથી, અને અગાઉના સંદર્ભને જાળવી રાખવાથી સર્ચ વધુ ઉપયોગી બને છે. આ શોધના આધારે નવું ફીચર તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ ફીચર ઝડપી જવાબથી લઈને ઊંડાણ સુધીના તમામ જવાબો સરળ રીતે આપે છે.

(7:51 PM IST)