હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઓએમજી....ટ્ર્મપે તો ભારે કરી:હવે કેરેબિયન દેશ ક્યુબા સામે આર્થિક યુદ્ધ છેડી દીધું
એક આકરા આદેશ પર કર્યા હસ્તાક્ષર:ક્યુબાને ઓઇલ સપ્લાય કરનારા દેશો પર ભારે ટૅરિફ અને પ્રતિબંધો લાદવાની ચેતવણી આપવામાં આવી છે

નવી દિલ્હી: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે કેરેબિયન દેશ ક્યુબા સામે આર્થિક યુદ્ધ છેડી દીધું છે. ટ્રમ્પે એક આકરા આદેશ પર હસ્તાક્ષર કર્યા છે, જે અંતર્ગત ક્યુબાને ઓઇલ સપ્લાય કરનારા દેશો પર ભારે ટૅરિફ અને પ્રતિબંધો લાદવાની ચેતવણી આપવામાં આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પે 'ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઈકોનોમિક પાવર્સ ઍક્ટ' હેઠળ ક્યુબા વિરુદ્ધ એક કડક આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. ટ્રમ્પે તેમના 'ટ્રુથ સોશિયલ' એકાઉન્ટ પર સ્પષ્ટ શબ્દોમાં પોસ્ટ કરી છે કે, "ક્યુબાને હવે કોઈ ઓઇલ કે પૈસા નહીં જાય - ઝીરો!". આ આદેશમાં ક્યુબાની કમ્યુનિસ્ટ સરકારને અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો ગણાવવામાં આવી છે. ટ્રમ્પનો આરોપ છે કે ક્યુબા રશિયા, ચીન અને ઈરાન જેવા શત્રુ દેશો સાથે મળીને હમાસ અને હિઝબુલ્લાહ જેવા આતંકી સંગઠનોને સમર્થન આપી રહ્યું છે.
ટ્રમ્પના આ આદેશની અસર તુરંત જ જોવા મળી છે. મેક્સિકોએ ક્યુબાને આપવામાં આવતી ઓઇલની સપ્લાય અસ્થાયી રૂપે રોકી દીધી છે. મેક્સિકોની રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શીનબાઉમે આ માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ નિર્ણય કોઈ અમેરિકાના દબાણને કારણે નથી લેવાયો પરંતુ વર્તમાન જરૂરિયાતો મુજબ લેવામાં આવ્યો છે. જોકે, નિષ્ણાતો માને છે કે અમેરિકા દ્વારા સંભવિત ટૅરિફના ડરથી મેક્સિકોએ આ પગલું ભર્યું છે, કારણ કે મેક્સિકો ક્યુબાની ઓઇલની જરૂરિયાતનો 44% હિસ્સો પૂરો પાડતું હતું. ક્યુબા અત્યારે 1959ની ક્રાંતિ પછીના સૌથી ખરાબ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. અગાઉ જાન્યુઆરી 2025માં વેનેઝુએલાના પૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની અમેરિકામાં ધરપકડ થયા બાદ ત્યાંથી આવતી 33% ઓઇલ સપ્લાય બંધ થઈ ગઈ હતી. હવે મેક્સિકો અને રશિયા (10%) જેવા મુખ્ય સ્ત્રોતો પર પણ જોખમ હોવાથી ક્યુબામાં વીજળી કાપ, ખાદ્ય અને પાણીની તીવ્ર અછત સર્જાઈ છે. ક્યુબન રાજદ્વારીઓએ અમેરિકા પર કેરેબિયનમાં 'આંતરરાષ્ટ્રીય ડાકુગીરી' કરવાનો આરોપ લગાવ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
