તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st January 2026
પાલતુ શ્વાનને ભારતથી ઓસ્ટ્રેલિયા લઇ જવા માટે દંપતીએ ખર્ચ્યા 15 લાખ
હૈદરાબાદથી ઓસ્ટ્રેલિયા સ્થાયી થવા જઈ રહેલ દંપતીએ કર્યો 15 લાખનો ખર્ચો:6 મહિના સુધી રહ્યા હતા પાલતુ શ્વાનથી અલગ

નવી દિલ્હી: કહેવાય છે કે શ્વાન અને માણસની મિત્રતા અતૂટ હોય છે. હૈદરાબાદના એક દંપતીએ આ વાતને સાબિત પણ કરી દીધી છે. હૈદરાબાદથી ઓસ્ટ્રેલિયા સ્થાયી થવા જઈ રહેલા દિવ્યા અને જોન નામના દંપતીએ પોતાના વહાલા પાલતુ શ્વાન 'સ્કાય'ને સાથે લઈ જવા માટે મસમોટી રકમ અને લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું હતું. આ માટે તેમણે રૂ. 15 લાખનો જંગી ખર્ચ કર્યો છે. ઓસ્ટ્રેલિયાના કડક નિયમો અનુસાર, ભારત જેવા 'નોન-એપ્રુવ્ડ' (હડકવા મુક્ત ન હોય તેવા) દેશોમાંથી સીધા પાલતુ પ્રાણીઓ લાવી શકાતા નથી. આ માટે શ્વાનને પહેલા કોઈ પણ હડકવા મુક્ત દેશમાં 6 મહિના રાખવો પડે છે. આ જ કારણસર દંપતીએ અંદાજે ₹14 થી 15 લાખ જેટલો માતબર ખર્ચ કરવો પડ્યો હતો. આ અંગે જોન અને દિવ્યા નામના આ દંપતીએ જણાવ્યું કે, આ મુસાફરી આર્થિક અને માનસિક રીતે ખૂબ જ પડકારજનક હતી. અમારા શ્વાનને ઓસ્ટ્રેલિયા લઈ જવા માટે પહેલા તેને દુબઈ લઈ જવામાં આવ્યો હતો. ત્યાં અમે એક મહિના સુધી તેની સાથે રહ્યા હતા, જેથી તે નવા વાતાવરણમાં સેટ થઈ શકે. ત્યાર પછી 5 મહિના સુધી 'સ્કાય'ને ત્યાં જ એક બોર્ડિંગ ફેસિલિટીમાં રાખવો પડ્યો હતો. આ 190 દિવસો દરમિયાન અમે રોજ વીડિયો કોલ કરીને તેના ખબર-અંતર પૂછતા હતા. આ સમગ્ર પ્રક્રિયામાં જોન અને દિવ્યા પુષ્કળ પેપર વર્ક તૈયાર કરવા પણ હોંશે હોંશે તૈયાર થઈ ગયા હતા. આ ઉપરાંત બીજા પણ ઘણાં ખર્ચ થયા, જેમાં વેક્સિનેશન, મેડિકલ ટેસ્ટ અને ક્વૉરેન્ટાઇન ફી વગેરે સામેલ છે. આ અંગે જોન અને દિવ્યા કહે છે કે, ‘લોકો અમને પૂછતા કે એક શ્વાન પાછળ 15 લાખ કેમ ખર્ચો છો? નવો શ્વાન ખરીદી લો. પણ અમારા માટે સ્કાય માત્ર એક પ્રાણી નથી, તે અમારું સંતાન છે. તેની સાથે રહેવા માટે અમે આ બધું ફરીથી કરવા પણ તૈયાર છીએ.’
(5:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
