તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th February 2026
blબલુચિસ્તાનના બળવાખોર સામે પાકિસ્તાન ઝૂક્યું હોવાની માહિતી
બલુચ બળવાખોરોએ પ્રાંતના અનેક શહેરો પર કબ્જો કરવાની સાથે પાક સેનાની કમર તોડી પાડી:પાકિસ્તાનની સેના બળવાખોરો સામે હારી ગઈ:સંરક્ષણ મંત્રીએ કરી જાહેરાત

નવી દિલ્હી: બલૂચિસ્તાનમાં ઘણા દિવસોથી હિંસા ચાલી રહી છે. બલૂચ બળવાખોરોએ પ્રાંતના અનેક શહેરો પર કબજો કરવાની સાથે પાકિસ્તાની સેનાની કમર તોડી નાખી છે. હિંસામાં 80 સુરક્ષા કર્મચારીઓ, 31 નાગરિકો અને 177 બળવાખોરોના મોત થયા હોવાનો દાવો કરાયો છે, ત્યારે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ હિંસા મામલે પોતાની જ સેનાની ફજેતી કરી છે. આસિફના નિવેદન પરથી લાગી રહ્યું છે કે, બલૂચિસ્તાન બળાખોરો સામે પાકિસ્તાની સેના હારી ગઈ છે. પાકિસ્તાની સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે નેશનલ એસેમ્બલીમાં ભાષણ આપતી વખતે પાકિસ્તાની સેનાની આકરા શબ્દોમાં ટીકા કરી છે. એટલું જ નહીં તેમણે બલૂચિસ્તાન મામલે ભારત પર પણ નિશાન સાધ્યું છે. આસિફે સ્વિકાર કર્યો છે કે, પાકિસ્તાની સુરક્ષા દળ બળવાખોરો સામે અસહાય અનુભવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, બલૂચિસ્તાનમાં ઘણા સમયથી હિંસાઓ ચાલી રહી છે. ગત સપ્તાહે બલૂચ લિબરેશન આર્મી (BLA)એ ‘ઓપરેશન હેરોફ 2.0’ની શરૂઆત કરીને પ્રાંતના ક્કેટા, ગ્વાદર, મસ્તુંગ અને નુશ્કી સહિત અનેક જિલ્લાઓ પર ભયાનક હુમલા કર્યા છે. હુમલામાં 80 સુરક્ષા કર્મચારીઓના મોત થયા હોવાના અને 30થી વધુ સરકારી સંપત્તિઓ નષ્ટ થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. સત્તાવાર આંડા મુજબ હિંસામાં 31 નાગરિકો અને 17 સુરક્ષા કર્મચારીઓના મોત થયા છે. જ્યારે પાકિસ્તાની સેનાએ જવાબી કાર્યવાહી કરીને પ્રાંતભરમાં 177 બળવાખોરોને મારી નાખ્યા હોવાનો દાવો કરાયો છે.
સંરક્ષણ મંત્રીએ પાકિસ્તાની સેના અનેક પડકારોનો સામનો કરી રહી હોવાની પણ પોલ ખોલી છે. તેમણે કહ્યું કે, ભૌગોલિક રીતે બલૂચિસ્તાનો 40 ટકા ભાગ પાકિસ્તાનનો છે. તેથી આટલી મોટી જમીન પર સુરક્ષા કરવી અને પેટ્રોલિંગ કરવું તે પાકિસ્તાની સેના માટે મોટો પડકાર છે. ગીચ વસ્તીવાળા શહેરની તુલનાએ આટલા મોટા અને ઓછી વસ્તીવાળા પ્રાંતને નિયંત્રણમાં લેવા માટે ભારે સૈન્ય તહેનાત કરવાની જરૂર છે.
(6:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
