<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

રશિયાના ટેમ્બોવ વિસ્તારમાં એક માલગાડીમાં થયો ભયાનક વિસ્ફોટ

અચાનક થયેલ વિસ્ફોટથી અફડાતફડીનો માહોલ:રશિયાના મહત્વના રૂટ પરથી પસાર થઇ રહેલ ત્રણના ફ્યુલ વેગનમાં થયો બ્લાસ્ટ:1000ફૂટથી પણ વધુ ઊંચાઈ સુધી જ્વાળાઓ જોવા મળી

નવી દિલ્હી: રશિયાના ટેમ્બોવ (Tambov) વિસ્તારમાં એક માલગાડીમાં ભયાનક વિસ્ફોટ થતાં અફરાતફરી મચી ગઈ છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, રશિયાના મહત્વના સપ્લાય રૂટ પરથી પસાર થઈ રહેલી ટ્રેનના ફ્યૂલ વેગનમાં આ બ્લાસ્ટ થયો હતો. વિકરાળ આગ અને નુકસાન આ વિસ્ફોટ મોસ્કો-વોરોનેઝ-રોસ્તોવ રૂટ પર આવેલા કોચેતોવકા-2 સ્ટેશન પાસે થયો હતો. મળતી માહિતી મુજબ, ટ્રેન પાટા પરથી ઉતરી જવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી અને ત્યારબાદ ઈંધણના વેગનમાં વિકરાળ આગ લાગી હતી. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેની જ્વાળાઓ આકાશમાં 1000 ફૂટથી પણ વધુ ઊંચાઈ સુધી જોવા મળી હતી. આ દુર્ઘટનામાં રેલવેના આશરે 30 જેટલા વેગન ક્ષતિગ્રસ્ત થયા છે. જોકે, રાહતની વાત એ છે કે હજુ સુધી કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર પ્રાપ્ત થયા નથી.

રેલવે વ્યવહાર પર અસર આ વિસ્ફોટને કારણે આ વ્યસ્ત રેલવે લાઇન પરની કામગીરી ખોરવાઈ ગઈ હતી, જેના પરિણામે અનેક ઇન્ટરસિટી ટ્રેનોના શિડ્યુલ ખોરવાયા હતા અને ટ્રેનો મોડી પડી હતી.

યુક્રેન પર આશંકા કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વિસ્ફોટ પાછળ યુક્રેનનો હાથ હોઈ શકે છે. યુક્રેન દ્વારા અગાઉ પણ રશિયાના મહત્વના સપ્લાય રૂટ અને વ્યૂહાત્મક સ્થળો પર ડ્રોન હુમલા કરવામાં આવ્યા છે. આ રેલવે લાઇન રશિયાના દક્ષિણ ભાગમાં ઇંધણ, સૈન્ય ઉપકરણો અને ભારે સમાન પહોંચાડવા માટેનો મુખ્ય કોરિડોર છે. રશિયાની સપ્લાય ચેનને તોડવા માટે યુક્રેને આ હુમલો કર્યો હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

(6:19 PM IST)