News of Monday, 9th February 2026
રશિયા ભારતને આપવા જઈ રહ્યું છે મોટું ભેટ
હવેથી ભારતીયો મોસ્કો જઈને કરી શકશે કમાણી:મોસ્કોના રસ્તાઓ પરથી બરફ હટાવવાના કામથી લઈને મોટા કોન્ટ્રાકટ મળશે

નવી દિલ્હી: અમેરિકાના લાખ પ્રયત્નો છતાં ભારત અને રશિયાની દોસ્તીમાં કોઈ ઓટ આવી નથી. એક તરફ ભારતને રશિયા પાસેથી સસ્તું તેલ મળી રહ્યું છે, તો બીજી તરફ હવે રશિયા ભારતને એક મોટી 'રિટર્ન ગિફ્ટ' આપવાની તૈયારીમાં છે. મીડિયા રિપોર્ટ અનુસાર, રશિયા અત્યારે દાયકાઓના સૌથી ભયાનક શ્રમિક સંકટ(લેબર ક્રાઇસિસ)નો સામનો કરી રહ્યું છે. આ અછતને પહોંચી વળવા રશિયા હવે મધ્ય એશિયાના દેશોને છોડીને ભારત તરફ નજર દોડાવી રહ્યું છે. મોસ્કોના રસ્તાઓ પરથી બરફ હટાવવાના કામથી લઈને મોટા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વેલ્ડિંગ સેન્ટરો સુધી હવે ભારતીયોનો દબદબો વધવાનો છે. ડિસેમ્બરમાં પુતિનની ભારત મુલાકાત દરમિયાન થયેલા કરારોએ હજારો ભારતીયો માટે રશિયામાં મોટી કમાણીના દ્વાર ખોલી દીધા છે.
એક અંદાજ મુજબ, રશિયન અર્થતંત્રને આ દાયકાના અંત સુધીમાં આશરે 1.1 કરોડ વધારાના શ્રમિકોની જરૂર પડશે. આ સંકટને પહોંચી વળવા ભારત અને રશિયા વચ્ચે થયેલા કરાર બાદ ભારતીય શ્રમિકો માટેના વર્ક પરમિટમાં અધધધ વધારો થયો છે; જે આંકડો પહેલા માત્ર 5,000 હતો તે વધીને હવે 56,000ને પાર કરી ગયો છે.
રશિયામાં હાલમાં બેરોજગારીનો દર માત્ર 2% છે, જે દર્શાવે છે કે ત્યાં કામ કરનારા લોકોની ભારે અછત છે. યુક્રેન યુદ્ધને કારણે લાખો રશિયન યુવાનો કાં તો સૈન્યમાં જોડાયા છે અથવા દેશ છોડીને ભાગી ગયા છે. આ ખાલીપો ભરવા માટે ભારતીય વેલ્ડર્સ, ઈલેક્ટ્રિશિયન અને બાંધકામ ક્ષેત્રના કામદારોની મોટી માંગ નીકળી છે. મોસ્કો જેવા શહેરોમાં હવે ભારતીય અને દક્ષિણ એશિયાઈ શ્રમિકો રસ્તા પરથી બરફ સાફ કરવાથી લઈને રેસ્ટોરન્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કામ કરતાં જોવા મળી રહ્યા છે. રશિયન કંપનીઓ પણ હવે વિઝા વગર આવતા મધ્ય એશિયાના શ્રમિકોને બદલે ભારત જેવા દેશોના શ્રમિકો પર વધુ ભરોસો કરી રહી છે, કારણ કે તેઓ કરારથી બંધાયેલા હોય છે.
(6:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
